– 36થી વધુ લોકો ઘાયલ
સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળ આરએસએએફ વચ્ચેના સંઘર્ષ વચ્ચે રવિવારે રાજધાની ખાર્તુમના એક બજારમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 40 લોકોના મોત થયા હતા. આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું કે 36 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળ આરએસએએફ વચ્ચેના સંઘર્ષ વચ્ચે રવિવારે રાજધાની ખાર્તુમના એક બજારમાં ડ્રોન હુમલોની ઘટના સામે આવી હતી. જેમાં 40 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તેમજ 36 થી વધુ લોકોને ગંભીર રીતે ઘાયલ છે.
ઘાયલોને બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરાયા
હાલ તમામ ઘાયલોને સુદાનની બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે રવિવારના ડ્રોન હુમલા પાછળ કયો પક્ષ છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
સુદાનમાં 15 એપ્રિલથી શરૂ થયેલા ગૃહયુદ્ધ બાદ નાગરિકોના મૃત્યુની આ સૌથી વધુ સંખ્યા છે. હુમલાનો વ્યાપ હવે રહેણાંક વિસ્તારો તરફ વધી રહ્યો છે. સૈન્ય અને અર્ધલશ્કરી દળો વચ્ચે એપ્રિલથી અહીં સત્તા પર નિયંત્રણ માટે સંઘર્ષ ચાલી રહ્યો છે.