વિશ્વભરમાંથી સિનિયર વકીલો ઉમટી પડશે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તા.23 અને 24 સપ્ટેમ્બરે જાજરમાન આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ 2023નું ઉદ્દઘાટન કરશે. આ તકે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. બાર કાઉન્સિલ ઓલ ગુજરાતના ચેરમેન નલીન ડી. પટેલ, વાઇસચેરમેન હિતેશ જે, પટેલ તથા એકઝીકયુટીવ કમિટિના ચેરમેન જીતેન્દ્ર ગોળવાલા એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવે છે કે, તા.23 અને 24 સપ્ટેમ્બરના રોજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ 2023નું આયોજન કરવામાં આવેલ છે.
- Advertisement -
જેનું ઉદ્ધાટન તા.23 મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થનાર છે. જેમાં સુપ્રિમકોર્ટ ઓફ ઇન્ડિયાના ચીફ જસ્ટીસથી સહિત અન્ય જસ્ટીસઓ પણ ઉપસ્થિત રહેશે. તથા તા.24મી સપ્ટેમ્બરના રોજ સમારોહમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાજરી આપશે. આ કોન્ફરન્સમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ ચુંટાયેલા સભ્યો સહિત દેશની
તમામ રાજય બાર કાઉન્સિલના તમામ ચુંટાયેલા સભ્યો, દેશની તમામ વડીઅદાલતોના ચીફ-જસ્ટીસ તથા અન્ય જસ્ટીસ તથા વિદેશમાંથી આશરે 250 જેટલા સિનિયર કાઉન્સિલો તથા ભારત દેશના સિનિયર કાઉન્સિલો તથા દેશના તમામ રાજયના જિલ્લા વકીલમંડળોના પ્રમુખો હાજર રહેવાના છે. આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. કાર્યક્રમની સમગ્ર માહિતીથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો સજજ છે. બાર કાઉન્સિલ ઓક ઇન્ડિયા દ્વારા તમામ વ્યવસ્થાની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે.
આભાર વ્યક્ત કરતા ભાજપ લીગલ સેલના કન્વીનર જે. જે. પટેલ
ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના કન્વીનર જે.જે. પટેલે લોયર્સ કોન્ફરન્સના અતિ ભવ્ય આયોજન બદલ બીસીઆઈ ચેરમેન મનનકુમાર મિશ્રા અને તેમની બીસીઆઈ ટીમનો આભાર વ્યક્ત કરી સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા છે. તેઓએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં દેશના વકીલો એક મંચ પર આવશે. કોન્ફરન્સથી ભારતનું વકીલાત ક્ષેત્ર વધુ તાકતવર થશે.