-ચોકે-ચોકે કૃષ્ણ લીલાની ઝાંખી કરાવતા ફ્લોટ્સ
રાજકોટ એ આમ તો રંગીલું અને ઉત્સવપ્રિય શહેર છે. તેમાં પણ સાતમ-આઠમનો તહેવાર એટલે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે પ્રિય તહેવાર માનવામાં આવે છે. આઠમની રાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાં કરવા સમગ્ર શહેર આતુરતાથી રાહ જોઈ રહ્યો છે ત્યારે કૃષ્ણ જન્મ પહેલા રાજકોટના ચોકે ચોક ગોકુળ અને મથુરા બની વ્હાલાના વધામણાં આગમન માટે થનગની રહ્યાં છે.
- Advertisement -
કાળિયા ઠાકરના જન્મના વધામણાનો લોકોમાં અનેરો થનગનાટ
ચોકે ચોકે કૃષ્ણ લીલાના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં જુદા- જુદા ફ્લોટસ તૈયાર કારવમાં આવ્યા છે. જેમાં રાધા-કૃષ્ણ, ગોપી રાસ રમત હોય, ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉપડ્યો હોય સહિતની થીમ ઉપર ફ્લોટસ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે ઇન્દિરા સર્કલ પાસે કેદારનાથ મંદિર થીમ તૈયાર કરવામાં આવી છે. જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
- Advertisement -
દર વર્ષે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી પર્વની અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામા આવે છે. ઉપરાંત ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાના આયોજનો સહિત અનેકવિધ કાર્યક્રમો પણ યોજાતા હોય છે.