-કેન્દ્રની મોદી સરકારે આ મામલે એક સમિતિની રચના પણ કરી દીધી છે
એક દેશ એક ચૂંટણી (One Nation One Election)નો મુદ્દો હાલમાં સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કેન્દ્રની મોદી સરકારે આ મામલે એક સમિતિની રચના પણ કરી દીધી છે. આ સમિતિની પહેલી બેઠક યોજાવાનો કાર્યક્રમ આવી ગયો છે. માહિતી અનુસાર સૂત્રોનું કહેવું છે કે આજે આ સમિતિની પ્રથમ બેઠક યોજાઈ શકે છે.
- Advertisement -
કેટલા વાગ્યે યોજાશે બેઠક?
આજે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નિવાસે આ મામલે ચર્ચા કરવા પહેલી બેઠક યોજાઈ શકે છે. આ બેઠકમાં સમિતિના તમામ સભ્યો હાજરી આપી શકે છે. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપવાના છે. જોકે અધીર રંજન ચૌધરીએ તાજેતરમાં આ સમિતિમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો અને તેઓ આ બેઠકમાં હાજરી નહીં આપે તેવા પણ અહેવાલ છે. બપોરે 3 વાગ્યે આ બેઠક શરૂ થશે. રામનાથ કોવિંદ આ બેઠકનું નેતૃત્વ કરવાના છે કેમ કે તેઓ સમિતિના અધ્યક્ષ છે.