એમ.એસ. ધોની, કપિલ દેવ, સચિન તેંડુલકર, મોહમ્મદ અઝહરુદ્દીન જેવા અનેક ખેલાડીઓ પર ફિલ્મ બનાવવામાં આવી છે. શ્રીલંકાના મહાન સ્પિનર બોલર મુથૈયા મુરલીધરન પર ફિલ્મ બનાવવામાં આવી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી બાયોપિક ફિલ્મોનું ચલણ વધ્યું છે. એમ.એસ. ધોની, કપિલ દેવ, સચિન તેંડુલકર, મોહમ્મદ અઝહરુદ્દીન જેવા અનેક ખેલાડીઓ પર ફિલ્મ બનાવવામાં આવી છે. શ્રીલંકાના મહાન સ્પિનર બોલર મુથૈયા મુરલીધરન પર ફિલ્મ બનાવવામાં આવી છે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ક્રિકેટર સચિન તેંડુલકરે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું છે.
- Advertisement -
મુથૈયા મુરલીધરનના નામે ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેમના આ રેકોર્ડથી ઈન્સ્પાયર થઈને મેકર્સે તેમની બાયોપિક ફિલ્મનું નામ ‘800’ રાખ્યું છે. ફિલ્મની કહાની મુરલીધરનના જીવન પર આધારિત છે, જેની ઝલક ટ્રેલરમાં જોવા મળી રહી છે.
ફિલ્મનું ટ્રેલર
આ ટ્રેલરમાં તેમના બાળપણથી લઈને ક્રિકેટના મેદાન સુધીની ઉપલબ્ધિઓ દર્શાવવામાં આવી છે. તેમણે એક મહાન બોલર બનવાની સફર કેવી રીતે પૂર્ણ કરી તે બતાવવામાં આવ્. છે. ટ્રેલરમાં મુથૈયા મુરલીધરનના જીવનના એક એવા તબક્કાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યારે એક સવાલ ઊભો થાય છે કે, શું તેમના કરિઅરનો અંત થઈ ગયો. આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ દમદાર છે, અનેક લોકોને આ ફિલ્મનું ટ્રેલર પસંદ આવી રહ્યું છે.
- Advertisement -
મુથૈયા મુરલીધરનના નામે 800 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ છે, આજ સુધી કોઈ આ રેકોર્ડ તોડી શક્યું નથી. ઉપરાંત તેમણે ODIમાં 530થી વધુ વિકેટ લીધી છે. છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મ ચર્ચાઓમાં છે. ટ્રેલર રિલીઝ થયા પછી આ ફિલ્મની વધુ ચર્ચા કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 5 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.
મુરલીધરનનું પાત્ર કોણ ભજવી રહ્યું છે?
મધુર મિત્તલ આ ફિલ્મમાં મુથૈયા મુરલીધરનનું પાત્ર ભજવી રહ્યા છે. અગાઉ તેમણે વર્ષ 2008માં રિલીઝ થયેલ ઓસ્કાર વિનિંગ ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરમાં પણ કામ કર્યું છે. તેમની આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. એમએસ શ્રીપતિએ મુથૈયા મુરલીધરનની બાયોપિક ફિલ્મ ‘800’નું ડાયરેક્શન કર્યું છે.