વિક્રમ લેન્ડરને સૌપ્રથમ ચંદ્રની સપાટીથી 40 સેમી ઉપર ઉઠાવવામાં આવ્યું અને ફરી એકવાર……
ચંદ્રયાન-3ને લઈ ફરી એકવાર ISROએ એક મોટા સમાચાર આપ્યા છે. વાત જાણે એમ છે કે, ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ફરી એકવાર ચંદ્ર પર ઉતરી ગયું છે. ઇસરોએ જણાવ્યું હતું કે, વિક્રમ લેન્ડરને સૌપ્રથમ ચંદ્રની સપાટીથી 40 સેમી ઉપર ઉઠાવવામાં આવ્યું અને ફરી એકવાર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
- Advertisement -
શું કહ્યું ઇસરોએ ?
ISROએ X પર માહિતી આપી, વિક્રમે ફરીથી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. વિક્રમ તેના મિશનના ઉદ્દેશ્યોથી આગળ કામ કરી રહ્યો છે. તેણે વધુ એક સફળ પ્રયોગ કર્યો છે. વિક્રમ લેન્ડરનું એન્જિન ફરી એકવાર શરૂ થયું અને તે ચંદ્રની સપાટીથી 40 સેમી ઉપર ઊંચું આવ્યું. ફરીથી 30 થી 40 સે.મી.ના અંતરે સોફ્ટ લેન્ડિંગ કર્યું.
Chandrayaan-3 Mission:
🇮🇳Vikram soft-landed on 🌖, again!
Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment.
- Advertisement -
On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away.… pic.twitter.com/T63t3MVUvI
— ISRO (@isro) September 4, 2023
ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિક્રમ લેન્ડરે ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ઈસરોએ કહ્યું કે વિક્રમ લેન્ડરે બીજી વખત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક કર્યું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હાજર ચંદ્રયાન-3 ત્યાંથી સતત નવી માહિતી મોકલી રહ્યું છે.
સ્લીપ મોડમાં રોવર પ્રજ્ઞાન
ચંદ્રયાન-3 ના રોવર ‘પ્રજ્ઞાન’ એ ચંદ્રની સપાટી પર તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે તે નિષ્ક્રિય (સ્લીપ મોડ) સ્થિતિમાં ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આ જાણકારી આપી છે. કલાકો પહેલાં ISROના વડા એસ સોમનાથે કહ્યું હતું કે, ચંદ્રયાન-3નું રોવર અને લેન્ડર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે અને ચંદ્ર પર રાત હોવાથી તેને “ડિમિશન” કરવામાં આવશે.