સામાજિક સંસ્થાની બેહનો દ્વારા ભાઈઓને રાખડી બાંધવામાં આવી
જેલના કેદીઓને બહેનોએ રાખડી બાંધી મંગલ કામના કરી: તિર્થક્ષેત્રમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનું અનેરૂં મહત્વ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભાઈ બેહના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનના દિવસે જૂનાગઢમાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સામાજિક સંસ્થાની બેહના દ્વારા અનેક સંસ્થાઓમાં ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી તેની સાથે ભૂદેવોની પવિત્ર તહેવાર નિમિતે યજ્ઞોપવિત બદલવાના કાર્યક્રમ યોજાયા હતા.
રાજ્યના ડીજીપીની સૂચના અનુસાર દરેક જિલ્લાની જેલ ખાતે રક્ષાબંધન તેહવારની ઉજવણી કરવાની સૂચના અપાતા આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે જૂનાગઢ જિલ્લા જેલ ખાતે જેલ પ્રસાશન દ્વારા સુંદર આયોજન સાથે રક્ષાબંધનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જેલમાં કેદીઓને પોતાની બેહનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને મંગલ કામના કરવામાં આવી હતી ત્યારે જિલ્લા જેલ પ્રસાશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખીને રક્ષાબંધન તહેવાર નિમિતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
રક્ષાબંધન તહેવાર નિમત્તે ગઈકાલ સાંત્વન વિકલાંગ સંસ્થા અને બ્રહ્માકુમારીની બેહના દ્વારા ગઈકાલ જૂનાગઢ જિલ્લા જેલના કેદી ભાઈઓ સાથે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા જેલમાં પોતાના પરિવાર અને બેહનોથી દૂર હોવાના કારણે સામાજિક સંસ્થાની બેહનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી ઇન્ચાર્જ જેલ અધિક્ષક એચ.ઓ.વાળા દ્વારા રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બહેનો દ્વારા ભાઈઓ જલદી થી મુક્ત થાય તેવી પ્રાર્થના કરવાંમાં આવી હતી. આજે શ્રાવણી પૂનમ અને રક્ષાબંધન પર્વ બ્રાહ્મણો માટે દિવાળી સમાન આજનો દિવસ બળેવ તરીકે ઉજવવામાં આવે છે અને બ્રાહ્મણો આજના દિવસે નૂતન યજ્ઞોપવિત ધારણ કરે છે આજના પવિત્ર દિવસે પૌરાણિક દામોદર કુંડ ખાતે ગિરીનારાયણ બ્રાહ્મણો દ્વારા પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી હતી અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બ્રાહ્મણો આજના દિવસે નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી ખાસ કરીને તિર્થક્ષેત્રમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનું અનેરૂં મહત્વ હોઈ છે. જૂનાગઢના પૌરાણિક દામોદર કુંડ ખાતે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી હતી. જે વિધિમાં પ્રધાન સંકલ્પ, હેમાદ્રી શ્રવણ, નિત્ય સ્નાન, સૂર્ય ઉપસ્થાન, પિતૃ તર્પણ, ગણપતિ પૂજા, વિષ્ણુ પૂજા, સપ્તઋષિ પૂજા બાદ નૂતન યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી હતી. તેની સાથે આજે ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળ દ્વારા ગિરનાર તળેટી સ્થિત ખાખચોકની જગ્યા સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ માટે યજ્ઞોપવિત બદલવામાં આવી હતી શાસ્ત્રોક વિધિ સાથે અને મંત્રોચાર સાથે યજ્ઞોપવિત બદલવામાં આવી હતી જેમાં બોહળી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા.
- Advertisement -
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રક્ષાબંધન ઉજવણી
રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી હતી વેહલીથી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે જનોઈ બદલવામાં આવી હતી તેમજ સોમનાથ માહદેવના દર્શન કરી ધન્યતા અન્યભાવી હતી આજના આ પવિત્ર દિવસે વેહલી સવારથી શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી અને આજના રક્ષાબંધનના તેહવાર નિમિતે દૂર દૂરથી ભાવિકો સોમનાથ દાદાના દર્શન કરવા પધાર્યા હતા.