જાપાન અને અમેરિકાની નજીકથી જહાજો પસાર થયા
ખાસ-ખબર સંવાદદાતા
ચીનના યુદ્ધ જહાજોની સાથે રશિયન નેવીના યુદ્ધ જહાજો પેસિફિક મહાસાગરમાં 21 દિવસથી વધુ પેટ્રોલિંગ કર્યા બાદ પરત ફર્યા છે. પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ દરમિયાન યુદ્ધ જહાજોના કાફલાએ 13,000 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન આ જહાજો અમેરિકાના પશ્ર્ચિમ કિનારાની નજીક પહોંચી ગયા હતા. ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, રશિયન યુદ્ધ જહાજોએ ચીનના નૌકાદળના જહાજોના સ્ક્વોડ્રન સાથે જાપાનના સમુદ્ર, ઓખોત્સ્કના સમુદ્ર, બેરિંગ સમુદ્ર અને પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ કર્યું હતું.પેટ્રોલિંગ દરમિયાન, રશિયન-ચીની ટુકડી ઉત્તરી જાપાની ટાપુ હોક્કાઇડો નજીકથી પસાર થઈ હતી. હોક્કાઇડો એ રશિયામાં કુરિલ અને જાપાનમાં ઉત્તરીય પ્રદેશ તરીકે ઓળખાતો વિસ્તાર છે. આ ટાપુ દાયકાઓથી બંને પાડોશી દેશો વચ્ચે તણાવનું કારણ રહ્યું છે. રશિયન-ચીની યુદ્ધ જહાજોએ પણ એલ્યુટિયન ટાપુઓના ભાગની પરિક્રમા કરી. મોટાભાગના અલેયુટિયન ટાપુઓ યુએસ રાજ્ય અલાસ્કાનો ભાગ છે.
- Advertisement -
વોલ સ્ટ્રીટ જર્નલે ઓગસ્ટની શરૂૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે 11 રશિયન અને ચાઈનીઝ જહાજો અલેઉતિયન ટાપુ નજીક પહોંચ્યા હતા, જે યુએસ કિનારા સુધી પહોંચનાર સૌથી મોટો કાફલો છે. અખબારે અમેરિકી અધિકારીઓને ટાંકીને કહ્યું કે જહાજો ક્યારેય અમેરિકાની જળસીમામાં પ્રવેશ્ર્યા નથી.
પેટ્રોલિંગમાં એક્સરસાઈઝ કરી હતી, નકલી મિસાઇલ પણ ઝીંકવામાં આવી
ઇન્ટરફેક્સે અહેવાલ આપ્યો છે કે રશિયન પેસિફિક કાફલાના કેટલાક સૌથી મોટા યુદ્ધ જહાજોએ પેટ્રોલિંગમાં ભાગ લીધો હતો. પેટ્રોલિંગ દરમિયાન સંયુક્ત સબમરીન અને એન્ટી એરક્રાફ્ટ કવાયત હાથ ધરવામાં આવી હતી. બંને બાજુથી હેલિકોપ્ટર અને નેવલ એરક્રાફ્ટનો ઉપયોગ કરીને દુશ્ર્મન સબમરીનને શોધવા માટે એક મોક એક્સરસાઈઝ કરવામાં આવી હતી. જહાજોની એક ટુકડી પર નકલી મિસાઇલ ફાયરિંગ કરવામાં આવ્યું. સપ્ટેમ્બરમાં, ચીને રશિયા સાથે સંયુક્ત કવાયતમાં ભાગ લેવા માટે 300 લશ્ર્કરી વાહનો, 21 ફાઇટર જેટ અને ત્રણ યુદ્ધ જહાજો સાથે 2,000 સૈનિકો મોકલ્યા હતા.