– ગેરકાયદેસર રીતે ડબ્બામાં મૂકાયા હતા ગેસના બાટલા
તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, લખનઉથી રામેશ્વરમ જઈ પહેલી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે 20 મુસાફરો દાઝી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને ગેરકાયદેસર રીતે કોચમાં પ્રવેશ્યા હતા. જેના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. હાલ આગ પર ફાયરની ટીમે કાબૂ મેળવી લીધો છે.
- Advertisement -
Tamil Nadu train fire | An ex-gratia of Rs 10 lakh announced to the family of the deceased: Southern Railway. https://t.co/MgXuD4CDir
— ANI (@ANI) August 26, 2023
- Advertisement -
ગેસ સિલિન્ડર લઈને આવ્યા હતા મુસાફરો
રેલવે અધિકારીએ જણાવ્યું કે, કેટલાક મુસાફરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈને ટ્રેનમાં આવ્યા હતા, જેના કારણે આગ લાગી હતી. રેલવે નિયમો અનુસાર, રેલવે કોચની અંદર કોઈપણ જ્વલનશીલ સામગ્રી લઈ જવા પર સખત પ્રતિબંધ છે. જે કોચમાં આગ લાગી તે એક પ્રાઈવેટ કોચ હતો.
Tamil Nadu: 9 killed in Madurai train fire; passengers ‘illegally smuggled gas cylinder’, say officials
Read @ANI Story | https://t.co/GxVixMTw7a#maduraitrainfire #Madurai #IndianRailways pic.twitter.com/p76BJkagrL
— ANI Digital (@ani_digital) August 26, 2023
સવારે 5.15 વાગ્યે લાગી હતી આગ
રેલવેના જણાવ્યા અનુસાર, સ્ટેશન ઓફિસર દ્વારા 26.8.23ના રોજ સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં એક ખાનગી કોચમાં આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક ફાયર સર્વિસને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની 5.45 વાગ્યે અહીં પહોંચી હતી. 7.15 વાગ્યે આગ બુઝાવી દેવામાં આવી હતી. અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી. આ એક પ્રાઈવેટ પાર્ટી કોચ છે, જે ગઈકાલે નાગરકોઈલ જંક્શન ખાતે ઉમેરવામાં આવ્યો હતો. પાર્ટીના કોચને અલગ કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઇન પર રાખવામાં આવ્યો છે.