પિતા-પુત્રની જોડીએ વધાર્યું જૂનાગઢનું માન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વડોદરા ગ્રૂપના 34 કલાકારોએ વિવિઘ માધ્યમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના પોટ્રેટ બનાવી ઇન્ફલુસેન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમાં જૂનાગઢનાં બે કલાકારો પિતા-પુત્રીનો પણ સમાવેશ થાય છે. જેના નામ નિધી નાગાણી તથા હિતેન્દ્ર નાગાણી છે. જેઓ ભેસાણ તાલુકાનાં ચુડા ગામના વતની છે હાલ જુનાગઢમાં રહે છે. આર્ટિસ્ટ હિતેન્દ્ર નાગાણી એ જણાવ્યુ હતું કે તેઓએ અત્યાર સુધીમાં 6 ગ્રુપ એક્ઝીબિશન કરી ચૂક્યા છે. જેમાં બે એક્ઝીબિશન વડોદરા શહેરમાં કરેલ છે.હજુ સુધી એવો વર્લ્ડ રેકોર્ડ નથી થયો જેમાં 34 અલગ- અલગ માધ્યમમાં એક જ વ્યક્તિના 34 પોટ્રેટ બનાવાયા હોય. આ સિદ્ધિ બાદલ પિતા-પુત્રી કલાકારને મેડલ્સ અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.