– યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતીય વૈજ્ઞાનિકોએ અભૂતપૂર્વ સન્માન અને ગૌરવ અપાવ્યું
ચંદ્રયાન-૩ મહામિશનની ઐતિહાસિક સફળતા બદલ પ્રસન્નતા અને ગૌરવની લાગણી અનુભવતા રાજ્યપાલ આચાર્ય દેવ્રતજીએ કહ્યું કે, આજે 23મી ઓગસ્ટ,2023 ના સૂર્યાસ્તના સમયે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતના વૈજ્ઞાનિકોએ ભારતને વિશ્વ સ્તર પર અભૂતપૂર્વ સન્માન અને ગૌરવ અપાવ્યું છે.
- Advertisement -
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર દર્શના દેવીજીએ આ ઐતિહાસિક ક્ષણે મીઠું મોઢું કરાવીને પરસ્પર વધામણી આપી હતી.
ભારતીય ક્ષિતિજ પર સૂર્ય આથમી રહ્યો હતો ત્યારે ચંદ્રયાન-3 મહામિશનની ઐતિહાસિક સફળતા સાથે લેન્ડરે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતરાયણ કરીને ભારતે ઇતિહાસ રચ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં આ રોમાંચક પળોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.