મિટિંગ હોય તો વ્યસ્તતામાંથી છૂટા થયા બાદ તરત જ વળતો ફોન કરવો પડશે
સાંસદોએ મુખ્યમંત્રી સમક્ષ અધિકારીઓફોન રિસિવ કરતા નથી, વાત કરતા નથી એવી પસ્તાળ પાડી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારના તમામ અધિકારીઓ, કર્મચારીઓને સાંસદો, ધારાસભ્યો સહિત ચૂંટાયેલા સર્વે જનપ્રતિનિધીઓ અને પદાધિકારીઓનો મોબાઈલ નંબર પોતાના મોબાઈલમાં સેવ રાખવા અને તેમના તરફથી આવતા ફોન કોલ્સ રિસિવ કરવા, વ્યસ્તતાના સંજોગોમાં ફ્રી થયા પછી તરત જ કોલબેક કરવા આદેશ કર્યો છે.
કહેવાય છે કે, સોમવારે રાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને સાંસદો સાથે વન ટુ વન બેઠક દરમિયાન કેટલાકે ભૂપેન્દ્ર પટેલ સમક્ષ અધિકારીઓ પ્રજાના પ્રશ્ર્નો, વહિવટી બાબતો અંગે મૌખિક રજૂઆત કે સુચનને તબક્કે ફોન રિસિવ કરતા નથી. વાત કરતા નથી એવી પસ્તાળ પાડી હતી. જેને અત્યંત ગંભીરતાથી લેતા મુખ્યમંત્રી પટેલે મંગળવારે સવારે જ સામાન્ય વહિવટ વિભાગ- ૠઅઉને આ મુદ્દે અધિકારીઓ, કર્મચારીઓને લેખિતમાં આદેશ કરવા સુચવ્યુ હતુ.
નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડની સહીથી પ્રસિદ્ધ પરિપત્રમાં કહેવાયુ છે કે, પંચાયત- પાલિકાના પ્રમુખ, મેયર, ધારાસભ્ય કે સાંસદ જ્યારે ફોન કરે ત્યારે જો લેન્ડલાઈન ઉપર સંપર્કની અવસ્થામાં અધિકારી મિટિંગમાં વ્યસ્ત હોય તો ગેરહાજરીમાં ફોન રિસિવ કરનાર કર્મચારીને તેની નોંધ લખી અધિકારીના ધ્યાને મુકવાની રહેશે.
- Advertisement -