શિવરાજપુર ગામનો યુવાન નકલી ઓર્ડર લઈને રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં હાજર થયો ને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું
બોગસ ભરતી કૌભાંડ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડૉ.પાર્થરાજસિંહ ગોહીર અને વાય. બી. જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી
- Advertisement -
યુવકે કહ્યું કે, પોતે શારીરિક કસોટીમાં ફેલ થયો હતો, આથી તેના માસાએ સેટિંગ કરાવવાનું કહી 4 લાખ પડાવ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પોલીસ વિભાગમાં ખોટી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે, મળતી માહિતી મુજબ રાજકોટમાં બોગસ કોલ લેટરથી ભરતીનું કૌભાંડ આચરવામાં આવ્યુ હતું જેનો પર્દાફાશ કરાયો છે. 2021ની એલઆરડી ભરતીમાં બનાવટી નિમણૂકપત્રને આધારે ધૂસવાનો પ્રયાસ કરાયો હતો, દસ્તાવેજ વેરીફીકેશનમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જસદણના શિવરાજપુર ગામનો યુવાન પ્રદિપ મકવાણા લોકરક્ષક તરીકેનો નકલી ઓર્ડર લઈ રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચતા પોલીસ પણ ચોંકી હતી. પોલીસે યુવકની અટકાયત કરી પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, પોતે શારીરિક કસોટીમાં ફેલ થયો હતો, આથી તેના માસાએ સેટિંગ કરાવવાનું કહી 4 લાખ પડાવ્યા હતા. બાદમાં માસાએ બોગસ કોલ લેટર આપતા પોલીસ કમિશનર કચેરીમાં હાજર થયો હતો.
જોકે, પોલીસે નકલી નિમણૂકપત્ર સાથે અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ આવા 28 બોગસ કોલ લેટર બનાવ્યાનું ખુલ્યું છે. કછઉ બોગસ કોલ લેટર મામલે રાજકોટના ઉઈઙ ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પ્રદિપ મકવાણા હાજર થઈ અને કોલ લેટર આપ્યો હતો. પ્રદીપના માસા દ્વારા આ બોગસ અપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. ચારથી પાંચ લાખ રૂપિયા વસુલાત કરતો હતો. 28 જેટલા અપોઇન્ટમેન્ટ લેટર આપ્યા હોવાનું સામે આવ્યું છે. 18, 19 અને 21 તારીખના હાજર થવા જવાનો હતો. પ્રદીપ મકવાણાનો ટેસ્ટ હતો. જો સફળ થયા હોત તો અન્ય લોકોને પણ મોકલવામાં આવ્યો હોત. સુરેન્દ્રનગરના ચોટીલાના બે શખસો માસ્ટર માઈન્ડ છે. અપોઇન્ટમેન્ટ લેટર ચોટીલાથી તૈયાર કરાયો હતો. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
- Advertisement -
પોલીસ તપાસમાં આરોપીઓએ આવા 28 બોગસ કોલ લેટર બનાવ્યાનું સામે આવ્યું
બોગસ લેટર લઈ યુવક પોલીસ હેડક્વાર્ટરમાં હાજર થયો
ગત 19 ઓગસ્ટ 2023ના રોજ 12 વાગ્યા આસપાસ પ્રદિપ ભરતભાઈ મકવાણા પોલીસ હેડ ક્વાર્ટર રાજકોટ આવી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 2021માં લેવાયેલી લોકરક્ષક ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતે બિન હથિયાર લોકરક્ષક તરીકે પસંદગી પામેલા હોવાનુ જણાવ્યું હતું.
પોલીસ કમિશનરની સહીવાળો નિમણૂક પત્ર રજૂ કરતા સિનિયર અધિકારીઓનું ધ્યાન દોરતા મળેલી સુચના અનુસાર પોલીસ કમિશનર કચેરીએ શીટ શાખામાં રેકર્ડ આધારીત તપાસણી કરાવી જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. શંકાના આધારે મેહુલકુમાર ભરતભાઇ તરબુંડિયા નામના ઉમેદવારની પસંદગી થઈ હોય અને તે હાલમાં પોલીસ હેડ ક્વાર્ટર રાજકોટ શહેરમાં ટ્રેનિંગમાં હોય જેથી આ પ્રદિપ મકવાણા જે નિમણૂક હુકમ સાથે હાજર થવા આવ્યો હતો. આ શંકાસ્પદ જણાય આવેલ છે.
જેથી આ અંગે રેકર્ડ આધારિત તપાસ તેમજ પ્રદિપ ભરતભાઈ મકવાણા પાસેથી જાણવા મળેલ માહિતીના આધારે હકિકત જણાઇ આવેલ કે, પ્રદિપે પોલીસ ખાતામાં લોકરક્ષક ભરતી 2021ની સ્પર્ધાત્મક પરીક્ષાનુ ફોર્મ ભર્યું હતું. જેમા પોતે શારીરીક ક્ષમતા કસોટીમાં ફેલ થયો છે.