ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. 14/08/2023થી તા. 20/08/2023 દરમ્યાન રાજકોટ શહેરના અંકુર રોડ, રામનાથ પરા, ગુરૂપ્રસાદ ચોક, કણકોટ પાટીયા, મવડી રોડ, બાપા સીતારામ ચોક, રસુલપરા, સુંદરમ ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, મોટામૌવા તથા આજુબાજુમાંથી 14 પશુઓ, શાસ્ત્રીનગર, રૈયાધાર, પાટીદાર ચોક, બંસીધર પાર્ક, હિંમતનગર, રંભામાની વાડી, શીતલ પાર્ક, મારવાડીવાસ, રૈયા સ્મશાન તથા આજુબાજુમાંથી 17 પશુઓ, ભગવતીપરા, મોરબી રોડ, છપ્પનીયા 25(પચ્ચીસ) પશુઓ તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 169 (એકસો ઓગણ સીતેર) પશુઓ પકડવામાંઆવેલા છે.