જૂનાગઢ જિલ્લામાં વન વિભાગની કનડગતથી ખેડૂતોમાં રોષ
કિસાન સંઘે વન વિભાગને આવેદનપત્ર આપ્યુ: 10 દિવસનું ખેડૂતોનું અલ્ટિમેટમ, નહીં તો ઉગ્ર આંદોલન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભારતીય કિસાન સંઘે જૂનાગઢ મુખ્ય વન સરંક્ષકને આવેદનપત્ર આપી ખેડૂતોને વન વિભાગ દ્વારા ખોટી રીતે કનડગત કરી અને ખોટા કેસ કરીને જેલ જવાના કેસોને રદ્દ કરી અને નિયમ વિરૂઘ્ધ દંડ કરવામાંથી મુક્તિ આપો સાથે ભારતીય કિસાન સંઘે વન વિભાગ પાસે ઉગ્ર માંગ કરી છે.
ભારતીય કિસાન સંઘના મનસુખ પટોળીયાએ જણાવ્યુ હતુ કે, વન વિભાગના અધિકારીઓ ખેડૂતોને ત્રાસજનક સ્થિતીમાં મુકેલ છે. વન સરંક્ષણને ખેડૂત બંને એકાબીજાના પરીયાય છે, ખેડૂત વગર વન સરંક્ષણ એટલે કે વન્ય જીવોનું સર્વધન શકય નથી, ત્યારે જે વન વિભાગના કાયદાના અર્થઘટન કરીને ખેડૂતો ઉપર હત્યચાર આચરવામાં આવે છે. તેની સામેના વાંધા નીચે મુજબ છે.
વન સરંક્ષણને વન્ય જીવોના સરંક્ષણ બાબતે સરકારની જે ગ્રાન્ટ (રકમ) આવે છે તે સમયસરને યોગ્ય ઉપરયોગના થવાથી વન્યપ્રાણી ખેડૂતોના ખેતરમાં આવે છે અને પાક/માલ ઢોર, માનવ જીવને નુકશાન પહોંચાડે છે. ખેડૂતો ઉપર રોજ ભુંડ કે અન્ય પ્રાણી ખેતરમાં મૃત્યુ પામે તેની સામે થયેલ એફઆરઇઆર. 185/2023 તા.12/6/23ને કેશ નં.11/2023 તા.4/8/23ના કેશો તમામ રેંજમાં થયેલ આવા કેશો પરત ખેંચવા. ઇકો સેન્સેટીવ ઝોન તેની બાજુમાં આવેલ ખરાબાની અથવા ગામતળની સીમતળની રેવન્યુ જમીનમાંથી જે માટે ખેડૂતોએ રસ્તા રીપેર કરવા માટે ઉપાડી છે. તેની સામે થયેલા દંડની કાર્યવાહીમાં લીધેલ રકમ પરત કરવી.
વન્યપ્રાણી સરંક્ષણ અધિનિયમ-1972ની કલમ/ (16),9,39,50,51,52 અન્વયે કેવા પ્રકારના ગુના અનુસંધાને લગાડવામાં આવે છે, તેની તપાસ કોણ કરે છે. ગુનો સાબીત કર્યા આધારેને કોના ઓર્ડરથી નોંધ થાય છે. એફઆઇઆર નોંધવા કોના ઓર્ડરથી કેશ દાખલ છે તેની વિસ્તૃત માહિતી આપો.
- Advertisement -
નીચે આવતા વન વિભાગમાં વન સરંક્ષણ વન્ય પ્રાણી સરંક્ષણ વન્ય જીવો માટે સરકારમાંથી વર્ષ 2020-21,2021,22,2022,23 ના વર્ષ માટે કેટલી ગ્રાન્ટની રકમ ફાળવી છે કેટલો કયાં ઉપયોગ થયો તેની માહિતી આપવી. કેનેડીપુર રેંજ મેંદરડાના જે અધિારી દ્વારા ખેડૂતો ઉપર જે દમંગ ગુજારવામાં આવે છે અને ખોટી રીતે અનેક ખેડૂતોને હેરાન પરેશાન કરેલ છે આ રેંજમાં આવા કેટલા કેશો થયાને દંડની કેટલી રકમ વસુલવામાં આવી ? તે અધિકારી ઉપર કાયદાકીય ખાતા કે સીબીઆઇ તપાસ કરવાની અમારી માંગ છે.
વન્ય પ્રાણીને ખેતી પાકને નુકશાન કરતા ભુંડ, રોઝ, હરણના મૃત્યુ/ પ્રાણીનો સેડયુ 4/પ માં રાખવા, જે ખેડૂતો ઉપર ત્રાસજનક સ્થિતી ના થાય. ખેડૂતો પોતાની આજીવીકા રડીખાય તેવા હેતુથી કાયદાને નિયમમાં ફેરફાર કરીને કલમો હળવી કરવી.
ઇકો સેન્સેટીવ ઝોનમાં આવતા ગામોને રેવન્યુ દરજજો મળે તે વહેલી તકે જમીનની માપણી હદ ચોકસાઇ નકકી કરીને સેટલમેન્ટના ગામોને રેવન્યુમાં ભેળવવા.
જંગલી હીંસક પ્રાણી જંગલ વિસ્તાર છોડી ખેડૂતોના ખેતરમાં આવીને માનવજીવ પશુને પાલતુ પ્રાણીને ફાડી ખાય છે. એકદમ ભયનું વાતાવરણ સર્જાય છે તો જંગલના હીંસક પ્રાણીઓ જંગલમાં જ રહે જંગલની બહાર ના આવે તે વ્યવસ્થા કરવીને જંગલની જગ્યામાં રાખવા તાકીદ કરવી.
ઉપરોકત રજૂઆતને ઘ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવાને યોગ્ય ઉતર 10 દિવસમાં લેખીત આપવામાં નહી આવે તો જૂનાગઢ જિલ્લાભરમાંથી ખેડૂતો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.