કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા તેમની નવી ટીમની જાહેરાત કરી છે. નવી કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના કરવામાં આવી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માં ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત ઘણા મોટા નેતાઓના નામ સામેલ છે, પરંતુ આ યાદીમાં એક ખાસ વાત છે. આનંદ શર્મા અને શશિ થરૂર સહિત ઘણા G-23 નેતાઓને આ કાર્ય સમિતિમાં સ્થાન મળ્યું છે, જેઓ કોંગ્રેસ હાઈકમાન્ડના ઘણા નિર્ણયોથી નારાજ હતા.
#WATCH | Congress MP Shashi Tharoor says, "…I am honoured by the decision of the Indian National Congress President Mallikarjun Kharge and the Congress central leadership to make me a full member of the Congress Working Committee…I am deeply humbled and grateful to be a part… https://t.co/eZl8nrZriZ pic.twitter.com/l93nSo8pLL
- Advertisement -
— ANI (@ANI) August 20, 2023
આ યાદીમાં રાજસ્થાનના મોટા નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટનું નામ પણ સામેલ છે. આ સાથે ગાંધી પરિવારના ત્રણ નેતાઓના નામ પણ યાદીમાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ G-23 ગ્રુપના ઘણા મોટા નેતાઓને પણ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન મળ્યું છે. જેમાં આનંદ શર્મા, શશિ થરૂર અને મનીષ તિવારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. CWC સભ્યો: મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ, અધીર રંજન ચૌધરી, અંબિકા સોની,
- Advertisement -
એ.કે.એન્ટની, મીરા કુમાર, ચિદંબરમ, દિગ્વિજય સિંહ, તારિક અનવર, મુકુલ વાસનિક, લાલ ઠાનાવાલા, આનંદ શર્મા, અશોક ચૌહાણ, અજય માકન, ચરણજીત સિંહ ચની, કુમારી સેલજા, એન.રઘુવીર રેડ્ડી, શશી થરૂર, તમરધ્વજ સાહુ, અભિષેક મનુ સંઘવી, સલમાન ખુર્શીદ, જયરામ રમેશ, રણદીપ સિંહ સુરજેવાલા, જીતેન્દ્ર સિંહ, દીપક બાબરીયા, સચિન પાયલોટ, જગદીશ ઠાકોર, જી.એ.મીર, અવિનાશ પાડે, દીપા દાસ મુનશી, મહેન્દ્રજીતસિંહ માલવિયા, ગૌરવ ગોગોઈ, સયેદ નાસીર હુસેન, કમલેશ્વર પટેલ, કે.સી.વેણુગોપાલ