અમરનાથ ગુફા મંદિરની વાર્ષિક તીર્થયાત્રા શ્રધ્ધાળુઓની ઓછી સંખ્યા અને રસ્તાનાં રીપેરીંગ કામને લઈને 23 ઓગસ્ટથી અસ્થાયી રીતે સ્થગિત કરાશે. આ બારામાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ભગવાન શિવનાં પવિત્ર દંડ ‘છડી મુબારક’ને પારંપારીક પહેલગામ માર્ગથી લઈ જવામાં આવશે અને તે સાથે જ 31 ઓગસ્ટે આ અમરનાથ તીર્થયાત્રા સંપન્ન થઈ જશે.
1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં 4.4 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ અનંદનાગમાં 48 કિલોમીટર લાંબા પારંપારીક પહેલગામ માર્ગ અને ગાંદરબલમાં 14 કિલોમીટર લાંબા બાલતાલ માર્ગથી બાબા બર્ફાનીનાં દર્શન કર્યા હતા.
- Advertisement -
J-K: Amarnath Yatra to be temporarily suspended from Aug 23
Read @ANI Story | https://t.co/OPsaxO5xvw#JammuAndKashmir #AmarnathYatra2023 pic.twitter.com/V1jTksJJ6X
— ANI Digital (@ani_digital) August 20, 2023
- Advertisement -
શ્રાઈનબોર્ડ અધિકારીઓએ જણાવ્યું હતું કે તીર્થયાત્રીઓની સંખ્યામાં ભારે ઘટાડો આવવા અને સંવેદનશીલ માર્ગો પર મરામતના કામને લઈને શ્રધ્ધાળૂઓને પવિત્ર ગુફા સુધી જતા બન્ને માર્ગો પર અવરજવર ન કરવા સલાહ અપાઈ છે.