ભારતના પ્રમુખ તહેવાર દિવાળીની એ પૂર્વસંધ્યા હતી… વર્ષની સૌથી અંધકારમય રાત્રિની પૂર્વસંધ્યા કાળીચૌદશ, જેને દેશના અન્ય ભાગોમાં ‘નર્ક ચતુર્દશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તંત્રના ઉપાસકો માટે અત્યંત મહત્વનો દિવસ ગણાય
હું જ્યારે 12 વર્ષનો હતો, એ સમયે રવિ ત્રિવેદી – જેમને અમે ‘કાકા’ તરીકે સંબોધતાં તેઓ – એ મને શાક્તસંપ્રદાયમાં દીક્ષા આપી હતી. આ કિસ્સો અને ફોટો એ સમયના છે… આજથી લગભગ 15 વર્ષ પહેલાંના!
- Advertisement -
કાકાને કોઈ જ સંતાન નહીં, એટલે મને અને મારી મોટી બહેન ધરાને તેઓ પોતાના જ દીકરા-દીકરી માનતાં હતાં. એમના માટે પાંજરાપોળની ગાયો, કાળીપાટના શ્વાનો, અનાથાશ્રમના ભૂલકાંઓ જ એમનું ફરજંદ હતાં. વિશ્વના પ્રત્યેક જીવમાં આદિશક્તિનો અંશ નિવાસ કરે છે, એવું તેઓ કહેતાં. વ્યક્તિના કર્મો સારા-ખરાબ હોઈ શકે, આત્મા નહીં… એ તો પવિત્ર રહે છે! મૂંગા જીવો પણ તેમની પ્રકૃતિ અનુસાર વર્તણૂંક કરતા હોય છે. માનવજાત પણ એમાંથી બાકાત નથી.
આધ્યાત્મિક વિષય પરની બપોરની કલાકોની ચર્ચાને બાદ કરતા હું અને કાકા લંડનના લોકોની જીવનશૈલી, એમની રહેણી-કરણી, ખાનપાન અંગે પણ ઘણી વાતો કરતા. બકિંગહમ પેલેસ, લંડન આઈ, ટાવર ઑફ લંડન, ધ બ્રિટિશ મ્યુઝિયમ, ધ રોયલ એશિયાટિક સોસાયટી વગેરે જોવાલાયક સ્થળોની ગોષ્ઠિ માંડીએ ત્યારે ઘડિયાળનો કાંટો અકલ્પનીય ગતિએ દોડતો જણાય. સડસડાટ વહી જતા સમયની અટારીએથી રાતે 12 વાગ્યાનો ટહુકો સંભળાય, ત્યારે અમારો દિવસ પૂરો થાય.
શાક્તપંથમાં દીક્ષા આપ્યા બાદ એમણે એક દિવસ મને એવો અનુભવ કરાવ્યો, જે તંત્રશાસ્ત્રમાં મારા ઊંડાણપૂર્વકના અભ્યાસ પાછળ જવાબદાર બન્યો. ‘ધ સિક્રેટ’ અને ‘લો ઑફ એક્ટ્રેક્શન’ની ઘટનાઓ તો એકવીસમી સદીમાં પ્રચલિત થઈ હશે, પરંતુ ભારતે તો આદિકાળથી ઊર્જાના સિદ્ધાંતને સમજી લીધું હતું, એ સત્યનું બીજ વાસ્તવમાં મારામાં વર્ષ 2008માં રોપાયું. ભારતના પ્રમુખ તહેવાર દિવાળીની એ પૂર્વસંધ્યા હતી… વર્ષની સૌથી અંધકારમય રાત્રિની પૂર્વસંધ્યા… કાળીચૌદશ, જેને દેશના અન્ય ભાગોમાં ‘નર્ક ચતુર્દશી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તંત્રના ઉપાસકો માટે અત્યંત મહત્વનો દિવસ ગણાય.
દેવી-દેવતાના તામસી સ્વરૂપોને અર્પણ કરવામાં આવતો મદિરા તેમજ બીડી-સિગારેટને ‘કૂલ’ માનતાં યુવાધનને આ પ્રસંગે ખાસ કહેવાનું કે સમયા-જાણ્યા-વિચાર્યા અને ઊંડા ઊતર્યા વગર ફક્ત સગવડિયા ધર્મને અનુસરવો એ મૂર્ખામી છે!
સાંજે લગભગ પાંચ વાગ્યા હશે. સામાન્ય ગુજરાતી ઘરોમાં જેવી રીતે વડા બનાવી કકળાટ કાઢવાની પ્રથા ચાલી આવે છે, એ જ પ્રથા મારી મમ્મી પણ અનુસરી રહી હતી. કુળદેવીને નૈવૈદ્ય ધરવાથી માંડીને અન્ય તમામ રીતિ-રિવાજો પૂરા થઈ રહ્યા હતાં. રતુમડી સંધ્યા પર કાળરાત્રિના ઓછાયા આવવાની શરૂઆત થઈ ચૂકી હતી. શિયાળામાં આમ પણ સાંજ વહેલી પધારે! હું અને રવિ કાકા અમારી રોજબરોજની ગોષ્ઠિ પૂરી કરીને કોફી પી રહ્યા હતાં. રસોડામાં વડા બની રહ્યા હતાં, ખીચડીથી ભરેલાં કૂકરમાં સીટી વાગી રહી હતી, ઘરની બરાબર સામેના મંદિરમાં સંધ્યાઆરતીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી.
મેં એ દિવસે ટ્યુશન-ક્લાસમાંથી રજા લીધી હતી. કાકા અમારી સાથે હોય, ત્યારે હું સામાન્યત: બાકીની તમામ પ્રવૃત્તિઓને બાજુ પર મૂકીને એમની સાથે ને સાથે રહેવાનો પ્રયત્ન કરું. આકાશમાં વેરાયેલા અદ્ભુત રંગોની કારીગરીને નિહાળતો હું એમની બાજુમાં બેઠો હતો. એ રાતે શું બનવાનું છે, એનાથી તદ્દન અજાણ… નિર્લેપભાવ સાથે!
‘તું ગઈકાલે મને અષ્ટભૈરવના સ્વરૂપો અંગે પૂછતો હતો ને?’ ખુરશી પર બેઠાં બેઠાં એમણે મારી સામે જોઈને પ્રશ્ન પૂછ્યો.
‘હા… દેવી-દેવતાના ક્ષેત્રપાળનું સ્વરૂપ આટલું વિકરાળ શા માટે હોય છે?’ આંગણે આવેલી તક હું જતી કરવા નહોતો માંગતો. બાળકોને જે ઉંમરે ભૈરવ કે મહાકાળીના સ્વરૂપો, એમના સાધકોની કથા સાંભળીને ડર લાગતો હોય, એ ઉંમરે હું સતત એવા પ્રયાસોમાં રહેતો કે એમના વિશે વધુ ને વધુ જાણું. કોઈ કહે કે ફલાણી જગ્યાએ આત્માઓનો વાસ છે, તો હું કોઈને જાણ કર્યા વગર વહેલામાં વહેલી તકે ત્યાં પહોંચી જઉં!
ભયની આંખમાં આંખ મિલાવીને ચાલવાની મારી આદતને કાકા કદાચ પારખી ગયા હશે, એવું આજે મને સમજાય છે.
એમણે પોતાના ઘેઘુર અવાજમાં અત્યંત વાત્સલ્યભાવે પ્રત્યુત્તર આપતાં કહ્યું, ‘વ્યક્તિ પોતાના સંરક્ષણ માટે બોડીગાર્ડની નિમણૂંક કરે, ત્યારે શું ધ્યાન રાખે? દેશની સરહદ ઉપર જે સૈનિકો ભારતભૂમિની રક્ષા કરી રહ્યા છે, એમની ભરતી કરતા પહેલાં સેનાના અધિકારીઓ એમની પાસેથી શું અપેક્ષા રાખે?’
‘ખડતલ અને સશક્ત શરીર, જે અત્યંત વિષમ સંજોગોમાં પણ ટકી રહે. તેનું મનોબળ એટલું મજબૂત અને રાષ્ટ્રપ્રેમ એટલો પ્રબળ હોય કે સામ-દામ-દંડ-ભેદની પણ કોઈ અસર ન થાય.’ હું બોલ્યો.
‘બસ એ જ રીતે, ગર્ભગૃહમાં દેવી-દેવતાનું જે સ્વરૂપ બિરાજે છે એ ઊર્જાનું નગ્ન સ્વરૂપ હોય છે. કોઈપણ શ્રદ્ધાળુ વ્યક્તિ ધર્મસ્થાનમાં આવીને એ ઊર્જાનો સાક્ષાત્કાર કરી શકે છે. રાષ્ટ્રવાસીઓ પોતાના ઘરમાં ત્યારે જ આરામથી રહી શકે, જ્યારે સરહદ પર સૈનિકો હાથમાં શસ્ત્ર સાથે તૈનાત હોય! અષ્ટક્ષેત્રપાળ પણ આવા જ રક્ષકો છે, જેમને પોતાના સ્થાનદેવતાના પવિત્ર ક્ષેત્રની રક્ષા માટે પ્રતિષ્ઠિત કરવામાં આવે છે!’
એમના દ્વારા અપાતી સમજૂતી મારા ગળે ઉતરી રહી છે કે નહીં એની ખાતરી કરવા માટે તેઓ સહેજ અટક્યા. મને એકાગ્રચિત્તે સાંભળતો જોઈને તેમણે સંતોષકારક સ્મિત સાથે કહ્યું,
‘ચાલ, આપણે બહાર જઈએ.’ એમણે ઘટસ્ફોટ કર્યો, ‘આજે તને કાળભૈરવની તામસી પ્રકૃતિનો પરચો બતાવું.’
હું સફાળો બેઠો થઈ ગયો. સાંજ ઘટ્ટ બનતી જતી હતી. અંધકારનું સામ્રાજ્ય છવાઈ રહ્યું હતું. પાડોશીઓના આંગણે ધીરે ધીરે દીવા મૂકાવાની શરૂઆત થઈ ચૂકી હતી.
એમની ‘ટવેરા’ કારમાં બેસીને અમે નીકળ્યા. ફક્ત રવિ કાકા, અપેક્ષા કાકી અને એમના ડ્રાઇવર – દીપકભાઈ – ને જ ખબર હતી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. ગોંડલ વટાવ્યું ત્યાં સુધીમાં સાત વાગી ગયા હતાં. થોડા જ આગળ વધ્યા હોઈશું ત્યાં પાંજરાપોળ આવી, જ્યાંથી રસ્તાના બે ફાંટા પડતા હતાં. એમાંનો એક ફાંટો માંડણકુંડલા ગામ તરફ અને બીજો ફાંટો ઘોઘાવદર ગામ તરફ ફંટાતો હતો.
અમે બીજા ફાંટે આગળ વધ્યા. કારની ગતિ ધીમી પડી ચૂકી હતી. કાકા અને એમના ડ્રાઇવર રોડની ડાબુ બાજુ કશાકની રાહમાં અત્યંત ઝીણવટપૂર્વક બહાર નજર રાખી રહ્યા હતાં. સાતેક કિલોમીટર આગળ વધ્યા હોઈશું, એટલામાં આછા અંધારામાં રસ્તાની ડાબી બાજુએ એક બોર્ડ પર નજર ગઈ, જેના પર લખ્યું હતું: આદેશ!
કાકાએ એમના ડ્રાઇવર દીપકભાઈ સામે અર્થસૂચક દ્રષ્ટિ કરી. કાર સાવ ધીમી પડી ગઈ અને પછી અટકી ગઈ. કાકાએ મનોમન મંત્રોચ્ચાર કરીને ત્રણ વખત પોતાના હાથે કારના હોર્ન માર્યા. ત્યારબાદ, બોર્ડની અડોઅડ એક વાહન માંડ માંડ ઉતરી શકે એટલી પાતળી કેડી પર કાર તીખો ઢોળાવ ઉતરવા લાગી. એકદમ પથરાળ અને ઉબડખાબડ માર્ગ પસાર કરીને આખરે અમે એક વિશાળ પ્રાંગણમાં પહોંચ્યા, જ્યાં સ્મશાનવત સન્નાટો વ્યાપ્ત હતો.
આજુબાજુ વડલા, પીપળા, બિલીપત્રના વૃક્ષો અસ્તવ્યસ્ત રીતે ઊગી નીકળ્યા હતાં. કારમાંથી નીચે ઉતરતાં પહેલાં ફરી એક વખત કારના હોર્ન મારીને કાકાએ હાંકલ મારી, ‘આદેશ!’
હું નીચે ઉતર્યો. સાડા સાત વાગી ચૂક્યા હતાં. જંગલ જેવા એ વિસ્તારમાં અમારા સિવાય કોઈની હાજરી વર્તાતી નહોતી. કારનું એન્જિન બંધ કરતાંની સાથે જ રહ્યોસહ્યો પ્રકાશ પણ ઓલવાઈ ગયો. હવે ત્યાં કાળાડિબાંગ અંધકાર સિવાય કશું જ નહોતું. એકબીજાના મોં તો દૂર, પોતપોતાના હાથ પણ ન જોઈ શકીએ એટલું અંધારું!
- Advertisement -
હાથમાં લાલટેન લઈને એક અઘોરી જેવો દેખાતો માણસ દોડતો આવ્યો, ભાલ પર ત્રિપુંડ, એની બરાબર વચ્ચોવચ લાલ કંકુ વડે કરેલું ઊભું તિલક, માથે કાળો સાફો, ઉઘાડા ખભા ઉપર કાળો ખેસ, કાળી ધોતી, ગળામાં સ્ફટિક અને રૂદ્રાક્ષની માળાઓ, હાથમાં ભૈરવરક્ષા, જટાઅંબોડોમાંથી બળવો પોકારીને ખભા ઉપર ઉતરી આવેલા લાંબા ભૂખરા કેશ, કાંડામાં મોટા મોટા કડા અને પગમાં ચાખડી !
વૃક્ષો અને ઝાડી-ઝાંખરામાંથી થોડી થોડી વારે નિશાચર પશુ-પક્ષીઓનો ઘૂઘવાટ સંભળાયા રાખે! કાચાપોચાં માણસના તો હ્રદયના પાટિયાં બેસી જ જાય. આવા સ્થળોએ મને પહેલેથી થ્રીલ અનુભવાતી. મારે ઘણું બધું જાણી લેવું હતું. કેટકેટલા પ્રશ્નો અને જિજ્ઞાસાનો સમુદ્ર મારી અંદર ઘૂઘવાતો હતો.
… અને, એટલામાં દૂરના એક ઓટલા પરથી હાથમાં લાલટેન લઈને એક અઘોરી જેવો દેખાતો માણસ દોડતો આવ્યો. કદાચ કાકાને અને એમની કારને ઓળખી ગયો હોવો જોઈએ, એવું મેં અનુમાન લગાવ્યું.
ભાલ પર ત્રિપુંડ, એની બરાબર વચ્ચોવચ લાલ કંકુ વડે કરેલું ઊભું તિલક, માથે કાળો સાફો, ઉઘાડા ખભા ઉપર કાળો ખેસ, કાળી ધોતી, ગળામાં સ્ફટિક અને રૂદ્રાક્ષની માળાઓ, હાથમાં ભૈરવરક્ષા, જટાઅંબોડોમાંથી બળવો પોકારીને ખભા ઉપર ઉતરી આવેલા લાંબા ભૂખરા કેશ, કાંડામાં મોટા મોટા કડા અને પગમાં ચાખડી!
‘ઠક્ક… ઠક્ક્ક.. ઠક્ક’ તેઓ જેમ જેમ નજીક આવતાં જતાં હતાં, એમ એમ ચાખડીનો સ્વર વાતાવરણમાં અજીબોગરીબ ધ્વનિ પેદા કરતો હતો.
‘આદેશ, બાપુ…’ કાકાએ એમને બે હાથ જોડીને નમસ્કાર કર્યા, ‘જય મહાકાળ!’
‘પ્રણામ, મહારાજ!’ બાપુએ અમને આવકાર આપતાં કહ્યું, ‘પધારો! આરતી શરૂ થવાની તૈયારીમાં છે. જગતનો બાપ, કાળભૈરવ… તમારી જ વાટ જોઈ રહ્યો હતો.’
આટલું કહીને એમણે ઝાટકા સાથે મારી સામે જોયું, ‘આદેશ થઈ ચૂક્યો છે!’
એમની નજરમાંથી ત્રાટકેલી વીજળી મારી આંખો વાટે આખા શરીરમાં સોંસરવી પ્રસરી ગઈ હોય, એવું મને લાગ્યું.
સોએક મીટર ચાલીને ગયા, ત્યાં નાનકડું મંદિર દેખાયું. એના ઓટલે બેસીને બે-ત્રણ અર્ધનગ્ન સાધુ નિજાનંદમાં બીડી ફૂંકી રહ્યા હતાં. ચાર-પાંચ કાળા-ભૂરા-શ્વેત રંગના શ્વાન આમથી તેમ રખડપટ્ટી કરી રહ્યા હતાં.
પગથિયાં ચડીએ એટલે સામે એક નાનકડી ઓરડી દેખાય, જ્યાં બાપુ રહેતાં હોવા જોઈએ. ઘરવખરી, અનાજની ગુણ, ચૂલો, ખીંટી પર ટીંગાતા બે જોડી કપડાં અને પૂજાપાનો સામાન વ્યવસ્થિત રીતે સાચવીને રાખવામાં આવ્યો હતો.
‘અડાળી ભરીને ચા પીશો?’ બાપુએ અમને પૂછ્યું.
‘આરતી પૂરી થયા પછી ચોક્કસ!’ કાકાએ જવાબ આપ્યો.
ઓરડીની ડાબી બાજુએ નજર કરો, એટલે કાળભૈરવ વિગ્રહના દર્શન થાય. અંધકાર પણ જેની સામે શ્વેતરંગી લાગે, એવી સંપૂર્ણ શ્યામ પ્રતિમા! ગળામાં મુંડમાલા, ખુલ્લુ મોં, વિકરાળ આંખો. એક હાથ અભયમુદ્રામાં, બીજા હાથમાં ખોપરી, ત્રીજા હાથમાં શસ્ત્ર અને ચોથા હાથમાં રક્તપાત્ર! એમના ભસ્મરંજિત ચરણકમળ પાસે બીડી-સિગારેટ સળગતી જોવા મળે. બાજુમાં ત્રિશૂળ અને અખંડ દીપ પ્રગટે. એની બરાબર સામે નિરંતર ધૂણી ધખે. અમે ગયા ત્યારે પણ એમાંથી સુગંધી ધૂમ્રસેર હવામાં ભળી રહી હતી. સમગ્ર વાતાવરણ તામસી ઊર્જાના પ્રભાવમાં હતું. દેવી-દેવતાના તામસી સ્વરૂપોને અર્પણ કરવામાં આવતો મદિરા તેમજ બીડી-સિગારેટને ‘કૂલ’ માનતાં યુવાધનને આ પ્રસંગે ખાસ કહેવાનું કે સમયા-જાણ્યા-વિચાર્યા અને ઊંડા ઊતર્યા વગર ફક્ત સગવડિયા ધર્મને અનુસરવો એ મૂર્ખામી છે! મદ્ય-માંસ-મદિરા કે બીડી-સિગારેટ અને અન્ય નશાપ્રેરક ચીજ-વસ્તુઓનું સેવન એ તાંત્રિકો અથવા અઘોરીઓ જ કરે છે, જેમને ભયાવહ સાધનાઓ કરવાની હોય છે. વામાચાર એ કઠિન માર્ગ છે. ભલભલા બહાદુર લોકોના અહીં કાળજા બેસી ગયાના ઉદાહરણો છે. સંસાર ત્યાગીને સંપૂર્ણપણે વામાચારી તંત્રમાર્ગને અનુસરતા સાધકો જ નશાકારક ચીજ-વસ્તુઓનું સેવન કરે છે, જેથી એમને તામસી-ઉપાસનાઓ (જેમકે, શવસાધના) કરવાનું બળ મળી રહે. તેઓ માદક દ્રવ્યના માધ્યમથી પોતાના મસ્તિષ્કને આ પ્રકારની દુષ્કર અને સંસારીઓ માટે વર્જ્ય કહી શકાય એવી સાધના માટે પોતાની જાતને તૈયાર કરતા હોય છે.
મૂળ મુદ્દા પર આવું. કાળા આરસપહાણથી બનેલાં એ પરિસરમાં પગ મૂકો, ત્યાં જ ખ્યાલ આવી જાય કે દાયકાઓથી આ જગ્યા પર અનેક તાંત્રિક અનુષ્ઠાનો અને યજ્ઞો થયા હોવા જોઈએ. તદ્દન ઉઘાડી જગ્યા. માથે કોઈ છત નહીં. મૂળ જગ્યા ગોંડલ સ્ટેટ વખતની! રાજા-રજવાડાંના સમયમાં ઘોઘાવદરના આ કાળભૈરવની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ હોવાની વાત જાણવા મળી.
મહત્વની વાત એ કે ભારતમાં વીજળી આવી, એ સમયથી આ સ્થાનકમાં બલ્બ અથવા લાઇટ લગાવવાના પ્રયત્નો ચાલુ છે, પરંતુ ભૈરવને આ મંજૂર નથી! વીજળીના દોરડાં અહીં સુધી પહોંચી શકતાં નથી. માની લો કે યેનકેન પ્રકારેણ બલ્બ અથવા લાઈટ લગાવવામાં આવે, તો પણ મધરાતે તે આપોઆપ ધડાકાભેર ફૂટી જાય છે. મંદિરના મહંતો અને શ્રદ્ધાળુઓએ અનેક પ્રયત્નો કર્યા બાદ આખરે હવે પ્રયાસ છોડી દીધાં છે.
થાઈરોઇડગ્રસ્ત ભારે શરીરને કારણે જમીન પર ન બેસી શકતાં રવિ કાકા માટે બાપુએ પોતાની ઓરડીમાંથી ખુરશી લાવી આપી. અમે પણ ભૈરવબાપાને પ્રસાદ ચઢાવવા માટે બીડી, નારિયેળ, પુષ્પની હારમાળા, દૂધ, ગંગાજળ વગેરે લઈને આવેલાં.
અમે સૌએ જમીન ઉપર અમારું સ્થાન ગ્રહણ કર્યુ. આરતીની તૈયારી પૂરી થઈ કે તરત બાપુએ કાકા સામે જોયું. કાકાએ એમની લાક્ષણિક શૈલીમાં માર્મિક સ્મિત આપ્યું.
‘મહારાજ… આપો આહ્વાન!’ બાપુએ હાંકલ મારતાં કહ્યું. એમણે કાકાના હાથમાં ગુગળ-લોબાનનું ધૂપેલિયું પકડાવ્યું, જેમાંથી ઉઠી રહેલી ધૂમ્રસેરો સાથે ત્યાં બેઠેલાં સાધુઓએ પરિસરમાં રાખેલાં ઢોલ-નગારા વગાડવાની શરૂઆત કરી.
હું વિગ્રહ પાસે પહોંચ્યો કે તરત મારા હાથમાં બીડીનું પડીકું આપવામાં આવ્યું, એકસાથે સાત બીડી સળગાવીને મેં જેવી ભૈરવના હોઠ પર મૂકી કે તરત મારા હાથે પ્રચંડ ખેંચાણ અનુભવ્યું, કોઈ વ્યક્તિ અધીરી બનીને અત્યંત બળપૂર્વક કસ ખેંચતી હોય એવું ખેંચાણ! મેં વધુ નજીક જઈને એમની આંખોમાં જોવાનો પ્રયત્ન કર્યો, કાળભૈરવાષ્ટકનો અંતિમ શ્લોક ગવાઈ રહ્યો હતો
એ સાથે જ, કાકાએ શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારણો સાથે પ્રચંડ અને ભાવવાહી સ્વરે કાળભૈરવાષ્ટકનું ગાન
શરૂ કર્યુ,
ડજ્ઞમફળઘલજ્ઞવ્રપળણક્ષળમણર્ળૈરુઊૃં઼ક્ષક્રઇંર્ઘૈ
વ્રળબ્રૂસલુઠ્ઠરુપધ્ડળ્યજ્ઞઈંર્ફૈ ઇૈંક્ષળઇંફપ્ર ।
ણળફડળરુડ્રૂળજ્ઞરુઉંમૈધ્ડમાધ્ડર્ટૈ રુડર્ઉૈંરૂર્ફૈ ઇંળરુયઇંળક્ષૂફળરુઢણળઠઇંળબધેફર્મૈ ધઘજ્ઞ ॥
જેમ જેમ એમના મુખમાંથી શ્લોકો સ્ફૂરતાં જતાં હતાં, એમ એમ વાતાવરણ વધુ ને વધુ દિવ્ય, રહસ્યમય અને અલૌકિક થતું જતું હતું.
… અને, દૂર ક્યાંકથી કૂતરાનો ભસવાનો અવાજ સંભળાયો.
થોડી ક્ષણો પહેલાં, આસપાસ જ્યાં બે-ત્રણ કૂતરા માંડ દેખાતાં હતાં, ત્યાં અચાનક પંદરથી વીસ કૂતરાંઓનું ટોળું આવીને એકસાથે લયબદ્ધ રીતે ભસવા માંડ્યું. હું મંત્રમુગ્ધ થઈને આ ઘટના નિહાળી રહ્યો હતો. મારા માટે નવાઈની વાત એટલા માટે નહોતી, કારણકે કાકા જ્યારે આસપાસ હોય ત્યારે કંઈક ને કંઈક અલૌકિક પ્રસંગો બનતાં રહેતાં.
કાકા, બાપુ અને સૌનું ધ્યાન આરતીમાં હતું અને મારું ધ્યાન શ્વાન પર! બધા શ્વાનો જાણે સંપીને આવ્યા હોય એમ ડાબી અને જમણી તરફ બે હરોળમાં વહેંચાઈ ગયા. વચ્ચેની હરોળ એમણે ખાલી રહેવા દીધી. વર્ગખંડમાં શિક્ષકની સામે વિદ્યાર્થીઓ હારબદ્ધ ગોઠવાઈ જાય એવી રીતે, એ શ્વાનો કોઈના માર્ગદર્શન વિના ક્રમબદ્ધ ગોઠવાઈ ગયા. એકની પાછળ એક!
કાકાના મુખમાંથી અસ્ખલિતરૂપે ગવાઈ રહેલું કાળભૈરવાષ્ટક મારા રૂંવાડા ઊભા કરી દેતું હતું,
ધળણૂઇંળજ્ઞરુચધળશ્ર્નમર્ફૈ ધમળાફ્ઢટળફર્ઇૈં ક્ષર્ફૈ ણબિઇંઞ્છપિાન્નલટળઠૃડળ્રૂર્ઇૈં રુઠ્ઠબળજ્ઞખણપ્ર ।
ઇંળબઇંળબર્પૈરૂૂઘળષપષયુબપષર્ફૈ ઇંળરુયઇંળક્ષૂફળરુઢણળઠઇંળબધેફર્મૈ ધઘજ્ઞ ॥
જેમ જેમ એમનું અષ્ટક પૂર્ણાહુતિ તરફ આગળ વધતું ગયું, એમ એમ અમારી અનુભૂતિઓ અને શરીરના કંપનો વધુ તીવ્ર બનતાં ગયા.
જાણે સાક્ષાત મહાકાળને આહ્વાન આપવામાં આવી રહ્યું હતું!
… એ આવ્યા પણ ખરા!
આરતીની પૂર્ણાહુતિ પહેલાં બાપુએ કાળભૈરવ વિગ્રહના ચરણ પાસે ધરાવવામાં આવેલી બીડીનું પડીકું ઉઠાવીને એમાંથી પાંચેક બીડીઓ એકસાથે સળગાવી.
એ સાથે જ, કાળભૈરવના દેહમાં પ્રાણ ફૂંકાયા હોય એવી રીતે એમની આંખો સહેજ ચકળવકળ ઘૂમી અને મોટી થઈ. એમના હોઠ પાસે રાખવામાં આવેલી બીડીમાંથી કસ ફૂંકાવા લાગ્યો. પવન વગરના વાતાવરણમાં પણ બીડીની આગળનો પ્રજ્વલિત ભાગ વર્તુળાકારે ઓગળવા માંડ્યો. માણસ સિગારેટ ફૂંકે, ત્યારે જેમ એ ક્રમશ: ઓછી થતી જાય એમ!
બાપુએ મને ઈશારો કર્યો.
હું વિગ્રહ પાસે પહોંચ્યો કે તરત મારા હાથમાં બીડીનું પડીકું આપવામાં આવ્યું. એકસાથે સાત બીડી સળગાવીને મેં જેવી ભૈરવના હોઠ પર મૂકી કે તરત મારા હાથે પ્રચંડ ખેંચાણ અનુભવ્યું. કોઈ વ્યક્તિ અધીરી બનીને અત્યંત બળપૂર્વક કસ ખેંચતી હોય એવું ખેંચાણ! મેં વધુ નજીક જઈને એમની આંખોમાં જોવાનો પ્રયત્ન કર્યો. કાળભૈરવાષ્ટકનો અંતિમ શ્લોક ગવાઈ રહ્યો હતો.
… અને, વિગ્રહની બંને આંખોની કીકીએ મારા પર ત્રાટક કર્યુ! મારા તરફ ઘૂમી ચૂકેલી એ કીકીઓમાં અજબ આકર્ષણબળ હતું. કોઈ જાતના પવન વગર ફક્ત બે-ત્રણ સેક્ધડ્સમાં પૂરી થઈ ગયેલી બીડી એ વાતની સાબિતી હતી કે ભૈરવ હાજર થઈ ચૂક્યા છે! મેં પાંચ બીડી નવેસરથી સળગાવીને એમના હોઠ પર મૂકી અને પાછળ કાળભૈરવાષ્ટકની પૂર્ણાહુતિનો સ્વર પડઘાયો,
ષ્ઠ ણર્પીં પવળઇંળબ ધેફમળ્રૂ શ્ર્નમળવળ ।
એટલામાં ક્યાંકથી એક મોટો કાળા રંગનો ડાઘિયો કૂતરો પરિસરમાં પ્રવેશ્યો. તેની તેજથી તગતગતી આંખોમાં કાળરાત્રિ સમાહિત હતી! સામાન્ય માણસ તો એને જોઈને ભયભીત જ થઈ જાય, એટલું કદાવર અને કાળુંમેશ! ડાબી અને જમણી બાજુ આવીને બેસી ગયેલાં શ્વાનોની વચ્ચેથી પસાર થતું એ કાળભૈરવ વિગ્રહ પાસે આવી પહોંચ્યું.
વિગ્રહની સામે માનવની જેમ લાંબા થઈને નમસ્કાર કર્યા બાદ એણે સર્વપ્રથમ બાપુ સામે જોયું, ત્યારપછી કાકા સામે અને છેલ્લે મારી સામે!
મારામાં ક્યાંથી હિંમત આવી અથવા મને કોણે પ્રેરણા આપી, એ તો હું નથી જાણતો… પણ પૂરી થઈ ગયેલી બીડીના ઠૂંઠા જમીન ઉપર મૂકીને મેં એમના મસ્તક ઉપર હાથ ફેરવ્યો અને મારા કપાળ પર સ્પર્શ કરીને નમન કર્યુ. તત્ક્ષણ, આરતી વેળા સહસા પ્રગટેલાં સૌ શ્વાન પોતપોતાની ગતિએ ફરી અંધકારમાં ઓગળી ગયા. જ્યાં સુધી એ મારી નજર સામેથી ઓઝલ ન થયા, ત્યાં સુધી હું એમને તાકતો રહ્યો. મને જાણ નહોતી કે રવિ કાકા અને મહંત બાપુ પણ પ્રસન્નચિત્તે એકીટશે મારી સામે તાકી રહ્યા હતાં!