ભારત સરકારના પોર્ટલ (https://fcainfoweb.nic.in/psp) તેમજ (https://evegois.nic.in/p/login) પર કઠોળ અને અન્ય અનાજના સ્ટોકહોલ્ડર્સ જેવા કે મિલર્સ, ડીલર્સ, પોર્ટર, ઍક્સપોર્ટર, હોલસેલર્સ, રિટેલર્સ કે અન્ય તમામ વેપારીઓને પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા તથા જથ્થાની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા જણાવવામાં આવે છે.
આ અંગે રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણે માર્કેટિંગ યાર્ડ, બેડી ખાતે કઠોળના તેમજ ઘઉંના વેપારીઓની બેઠક બોલાવી હતી. જેમાં જિલ્લાના તમામ કઠોળના અને ઘઉંના સ્ટીકર્સ, મિલર્સ, ડીલર્સ, ઈમ્પોર્ટર એકસપોર્ટર, હોલસેલર્સ, રિટેલર્સને વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરવા અંગે જણાવ્યું હતું. અને કઠોળના તેમજ ઘઉંના જથ્થાની મેટ્રિક ટનમાં વેબસાઈટ પર ડેટા એન્ટ્રી કરવા અનુરોધ કર્યો હતો.
- Advertisement -
જિલ્લા પુરવઠા ટીમ તથા તાલુકા કક્ષાએ મામલતદાર દ્વારા કઠોળના અને ઘઉંના મિલર્સ, ડીલર્સ, પોર્ટર, એક્સપોર્ટર હોલસેલર્સ, રીટેઈલર્સને ત્યાં આકસ્મિક તપાસણી કરીને કઠોળનો અને ઘઉંનો સ્ટોકની તપાસ હાથ ધરવામાં આવશે. જેથી કઠોળના અને ઘઉંના વધતા ભાવ પર અંકુશ લાવી શકાય.