તમામ વસ્તુનું નિરીક્ષણ કરી ભોજનના સ્વાદની અને ગુણવત્તાની તપાસ કરી
ખાસ-ખબર સંવાદદાતા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટમાં નવનિયુક્ત ચેરમેન, વા.ચેરમેને વિધિવત ચાર્જ સંભળતાંની સાથે જ બીજા દિવસથી કામગીરીને અગ્રતા ગણી પોતાની આગવી કાર્યદક્ષતા મુજબ શાળામાં આવતાં બાળકોને ભોજન પૂરૂં પાડતાં મધ્યાહન ભોજન રસોઈ ઘરની મુલાકાત કરેલ અને બાળકોને ગુણવત્તાસભર અને પોષણયુક્ત ભોજન મળી રહે છે કે કેમ તેની વિસ્તારપૂર્વક માહિતી મેળવેલ હતી તેમજ બાળકોને આપવામાં આવતું ભોજન પૌષ્ટિક છે કે નહીં તે ચકાસણી સ્થળ ઉપર જ તમામ વસ્તુનું નિરીક્ષણ કરી ભોજનના સ્વાદની અને ગુણવત્તા તપાસેલ.કોઈપણ કાર્ય હાથમાં લેતાં પહેલાં તેની શરૂઆત મૂળથી જ કરવામાં આવે તો તે કાર્યને અંતિમ સ્ટેજ સુધી પહોંચાડવામાં ખૂબ જ સરળતા રહે છે તે ચેરમેન વિક્રમ પૂજારાની હરહંમેશ પ્રણાલી રહેલી છે તેમજ ડૉ. પ્રવિણ નિમાવત શિક્ષણ સમાજ સાથે બહોળો અનુભવ ધરાવતાં હોવાથી બાળકોના આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધા આપવામાં આવે તે જ અમારી પ્રાથમિકતા રહેશે તેવો નિર્ધાર કર્યો હતો.