ઇરાનની અભિનેત્રીને 2 વર્ષનો જેલવાસ
ખાસ-ખબર સંવાદદાતા
ઇરાનમાં મોરલ પોલીસે ફરી મહિલાઓને હિઝાબ પહેરાવવાની કામગીરી શરુ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇરાનની સરકારે જે મહિલાઓ હિજાબ પહેરવાની ના પાડે છે તેને માનસિક બીમાર ગણીને મનો ચિકિત્સકો પાસે મોકલવામાં આવી રહી છે. દેશ અને વિદેશમાં હિજાબ મુદ્વે ઇરાન સરકાર બદનામ થવા છતાં હિજાબ મુદ્વે પાછી પાની કરવા તૈયાર નથી. સરકાર હિજાબના નિયમોનું ઉલંઘન પરની સજા કડક કરવાનું વિચારી રહી છે.
- Advertisement -
એક ઇરાનની એક મશહૂર અભિનેત્રીને હિજાબ વિનાની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવા બદલ બે વર્ષ જેલની સજા સંભળાવી છે એટલું જ નહી અભિનેત્રીને દર સપ્તાહ મનોચિકિત્સકો પાસેથી કાઉન્સિલિંગ માટે જવું પડશે. આ ઇરાની અભિનેત્રીનું નામ અફસાનેહ બેયેગન છે. તેણે થોડાક સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામમાં એક તસ્વીર શેર કરી હતી જેમાં તેના વાળ ખુલ્લા હતી. એટલું જ નહી એક સાર્વજનિક સમારોહમાં પણ હિજાબ વિના જ જોડાઇ હતી. ઇરાની કોર્ટે હિજાબના નિયમના ઉલંઘન બદલ બે વર્ષની સજા આપી છે.