લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, રાહુલ ગાંધીએ કહ્યું, આ તમામે તો મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરી છે
સંસદના ચોમાસું સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. સાંસદ પદ પરત મળ્યા બાદ આજે પહેલીવાર સંસદ પહોંચેલા રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાના ભાષણમાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે કેન્દ્રની મોદી સરકારને આડેહાથ લીધી હતી.
- Advertisement -
આજે મણિપુર બચ્યું જ નથીઃ રાહુલ ગાંધી
મણિપુરને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સુધી મણિપુર નથી ગયા, કેમ કે તેમના માટે મણિપુર હિન્દુસ્તાન નથી. મેં મણિપુર શબ્દનો પ્રયોગ કર્યો, પરંતુ આજનું સત્ય એ છે મણિપુર બચ્યું નથી, મણિપુરને તમે બે ભાગમાં વહેચી નાખ્યું છે. મણિપુરને તમે તોડી નાખ્યું છે. હું મણિપુરના રિલીફ કેમ્પમાં ગયો હતો. જ્યાં મેં મહિલાઓ અને બાળકો સાથે વાત કરી હતી, જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કરી નથી.
#WATCH | Congress MP Rahul Gandhi says, "They killed India in Manipur. Not just Manipur but they killed India. Their politics has not killed Manipur, but it has killed India in Manipur. They have murdered India in Manipur." pic.twitter.com/u0ROyHpNRL
— ANI (@ANI) August 9, 2023
- Advertisement -
મહિલાએ મને જે જણાવ્યું તે સાંભળીને હું ધ્રુજી ગયોઃ રાહુલ ગાંધી
વાયનાડના સાંસદ રાહુલ ગાંધી કહ્યું કે, મણિપુર રિલીફ કેમ્પમાં એક મહિલાને મેં જ્યારે પૂછ્યું કે તમારી શું થયું તો જવાબમાં મહિલાએ કહ્યું કે મારો એકને એક જ દિકરો હતો, જેને મારી આંખોની સામે ગોળી મારી દીધી, હું આખી રાત તેના મૃતદેહ સાથે સૂતી રહી અને પછી મને બીક લાગી. મેં મારું ઘર છોડી દીધું. હું બધું છોડીને નીકળી ગઈ.
#WATCH | Congress MP Rahul Gandhi says, "Bharat ek awaaz hai, Bharat hamari janta ki awaaz hai, dil ki awaaz hai. Uss awaaz ki hatya aapne Manipur mein ki. Iska matlab Bharat Mata ki hatya aapne Manipur mein ki…You killed India by killing the people of Manipur. You are a… pic.twitter.com/eroj209SKY
— ANI (@ANI) August 9, 2023
મણિપુર નહીં હિન્દુસ્તાનની કરી હત્યાઃ રાહુલ ગાંધી
તેઓએ જણાવ્યું કે, અન્ય એક મહિલાને મેં જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે આ મહિલા થરથર ધ્રુજવા લાગી અને પછી મારી સામે જ બેહોશ થઈ ગઈ. હજુ તો મેં આ બે ઉદાહરણ આપ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ તમામે તો મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરી છે, માત્ર મણિપુર નહીં હિન્દુસ્તાનની હત્યા કરી છે, મણિપુરને નહીં હિન્દુસ્તાનને મણિપુરમાં માર્યું છે. હિન્દુસ્તાનનું મર્ડર કર્યું છે. આટલું બોલતા જ ભાજપના સાંસદો લાલઘુમ થઈ ગયા અને હોબાળો મચાવવા લાગ્યા હતા.
#WATCH | Union Minister and BJP MP Smriti Irani says, "You are not India, for India is not corrupt. India believes in merit not in dynasty & today of all the days people like you need to remember what was told to the British – Quit India. Corruption Quit India, Dynasty Quit… pic.twitter.com/dflui75mCN
— ANI (@ANI) August 9, 2023
‘તમે દેશદ્રોહી છો, તમે દેશભક્ત નથી’
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, તમે લોકોએ મણિપુરમાં ભારત માતાની હત્યા કરી નાખી છે. તમે મણિપુરના લોકોને મારીને ભારતની હત્યા કરી છે. તમે દેશદ્રોહી છો, તમે દેશભક્ત નથી, તમે મણિપુરમાં દેશને માર્યો. એટલા માટે તમારા વડાપ્રધાન મણિપુર જઈ શકતા નથી. કારણ કે તેઓએ મણિપુરમાં ભારત માતાની હત્યા કરી છે.
#WATCH | Congress MP Rahul Gandhi says, "A few days back, I went to Manipur. Our PM didn't go, not even to this day, because for him Manipur is not India. I used the word 'Manipur' but the truth is that Manipur does not remain anymore. You have divided Manipur into two. You have… pic.twitter.com/QodCZnLHWs
— ANI (@ANI) August 9, 2023
પીએમ મોદી બે લોકોનું જ સાંભળે છેઃ રાહુલ ગાંધી
નરેન્દ્ર મોદી ભારતનો અવાજ નથી સાંભળતા તેઓ બે લોકોનો અવાજ સાંભળે છે. રાવણ બે લોકોની વાત સાંભળતો હતો. મેઘનાદ અને કુંભકર્ણ. એવી જ રીતે નરેન્દ્ર મોદી બે લોકોનું સાંભળે છે. અમિત શાહ અને અદાણી. હનુમાને લંકા ન હોતી સળગાવી, લંકાને તો રાવણના અહંકારે સળગાવી હતી. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો.
#WATCH live via ANI Multimedia | No Confidence Motion debate Day-2 | Rahul Gandhi speaking live | Sansad Livehttps://t.co/MMGMemPdv5
— ANI (@ANI) August 9, 2023