ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી.
ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતની નેમ સાથે સરકાર દ્વારા 74માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સામાજિક વનીકરણ રેન્જ મોરબી અને મોરબી વન વિભાગ દ્વારા મોરબી જિલ્લા કક્ષાના 74માં વન મહોત્સવની ઉજવણી પોલીસ હેડ ક્વાર્ટર – મકનસર ખાતે કરવામાં આવી હતી જ્યાં 10 હજાર જેટલા વૃક્ષો વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ, મોરબી માળિયા અને ટંકારા પડધરીના ધારાસભ્યો, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના સિનિયર ડિવિઝનલ મેનેજર સહિતનાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમના અંતે સર્વે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ તેમજ મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી વૃક્ષ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.