508 રેલવે સ્ટેશનનો પુન: વિકાસ કરાશે
મોદી કાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ માટે શિલાન્યાસ કરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય રેલવે આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. દેશભરના રેલવે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, દેશભરના 1309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુન:વિકાસ કરવામાં આવી રહ્યા છે. અમૃત ભારત સ્ટેશન યોજનામાં બહેતર લાઇટિંગ, બહેતર પરિભ્રમણ વિસ્તારો, બહેતર પાર્કિંગની જગ્યાઓ, વિકલાંગોને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકુળ ઇમારતો, રેલવે સ્ટેશનો સુધી સરળ ઍક્સેસ પ્રદાન કરવાની વિગેરેનો સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદી આવતીકાલેસવારે 11.00 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલવેના 500 થી વધુ રેલવે સ્ટેશનોના પુન:વિકાસ માટે શિલાન્યાસ કરશે. આ 508 રેલવે સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે, જેમાં ગુજરાત રાજ્યના 21 સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સ્ટેશનોને 24,470 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રિડેવલપ કરવામાં આવશે. 508 રેલવે સ્ટેશનોમાંથી, 23 સ્ટેશનો પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્રમાં છે. જેમાં અમદાવાદ ડિવિજન ના નવ સ્ટેશનો, વડોદરા ડિવિજન ના છ સ્ટેશનો, ભાવનગરના ત્રણ સ્ટેશનો અને રાજકોટ અને રતલામ ડિવિઝન માં બે-બે સ્ટેશનો, જ્યારે મુંબઈ સેન્ટ્રલ ડિવિજન માં એક સ્ટેશનનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે.
ભક્તિનગર રેલવે સ્ટેશનનો બાહ્ય દેખાવ વધુ આકર્ષક બનાવાશે: DRM અશ્વિનીકુમાર
રાજકોટમાં ડીઆરએમ કચેરી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં રાજકોટ ડિવિજનના ડિવિજનલ રેલવે મેનેજર અશ્વિની કુમારે જણાવ્યું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભક્તિનગર રેલવે સ્ટેશનને આશરે રૂ. 26.81 કરોડના ખર્ચે અને સુરેન્દ્રનગર સ્ટેશનને રૂ. લગભગ રૂ. 35,13 કરોડ રૂ ની લાગત થી રીડેવલપ કરવામાં આવશે જેથી મુસાફરોને વધુ સારી યાત્રી સુવિધા મળી રહે. સ્ટેશન બિલ્ડિંગનો બાહ્ય દેખાવ વધુ આકર્ષક બનાવવામાં આવશે.
- Advertisement -