-નોઈડામાં વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ કાર્યક્રમ: સુરક્ષા વધારાઈ
હરીયાણામાં ધાર્મિક યાત્રા પર પથ્થરમારો-હુમલા બાદ ફાટી નીકળેલી હિંસા પછી તનાવ-અજંપો યથાવત છે.કેન્દ્રીય દળોનાં બંદોબસ્ત વચ્ચે પણ આગજની-તોડફોડના બનાવોને સિલસિલો યથાવત રહ્યો છે. દિલ્હી, ઉતરપ્રદેશ તથા રાજસ્થાનનાં જીલ્લાઓમાં એલર્ટનું એલાન કરવામાં આવ્યુ છે.બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા-આંદોલનની ઘોષણા કરવામાં આવી છે.
- Advertisement -
હરીયાણાનાં નૂંહમાં સોમવારે સાંજે હિંસા સર્જાયા બાદ હિંસાની આગ ગુરૂગ્રામ સહીતના અન્ય જીલ્લાઓમાં ફેલાઈ ચુકી છે. સોહનામાં સેકટર 57 માં નિર્માણધીન મસ્જીદમાં તથા ત્યારબાદ બાદશાહપુર નજીકનાં હાઈવે પર તોફાનીઓએ બબાલ સર્જી હતી. સુરક્ષાદળો તોફાનીઓ પાછળ દોડતા રહ્યા હતા. તોફાનીઓએ ઝુંપડપટ્ટીમાં વસતા લોકોને ભગાડયા હતા અને ઝુંપડા સળગાવી દેવાની ધમકી આપતા લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
ગુપ્તચર વિભાગે એવો રીપોર્ટ આપ્યો છે કે મુંબઈનાં 26/11 ના હુમલા કરતા પણ મોટો હુમલો કરવાનું કાવતરૂ હતું. બીજી તરફ હરીયાણાની હિંસાનાં પ્રત્યાઘાતો રોકવા માટે દિલ્હી તથા ઉતર પ્રદેશમાં એલર્ટ રાખવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે નોઈડામાં વિરોધ-ધરણા કરવાનું જાહેર કરતા સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. સુરક્ષા દળો દ્વારા અફવાથી દુર રહેવાની સલાહ આપવામાં આવી છે.
- Advertisement -