વરસાદ રહી ગયાના દિવસો વીતી જવા છતાં ખેતરોમાંથી હજુ પાણી ઓસર્યા નથી !
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની પધરામણી સમયસર અને જરૂરિયાત મુજબ થઇ છે જેના કારણે મોરબી જિલ્લામાં ચોમાસું પાકનું ચિત્ર ઉજળું બન્યું છે જો કે આ સારા સમાચાર વચ્ચે માળિયા મિંયાણા તાલુકાના ખીરઈ ગામમાં ખેડૂતોની હાલત કફોડી બની છે જેનું કારણ ખેતરમાં ભરાયેલા પાણી છે. ખીરઈ ગામમાં સરકાર દ્વારા રોડ બનાવવામાં આવ્યા હતા જો કે આ રોડનું અયોગ્ય લેવલીંગ તેમજ ખેતરમાં ભરાતા પાણીના નિકાલ માટે જે જગ્યા છોડવાની હોય તે જગ્યા ન છોડવાના કારણે ખેતરમાંથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી જેના કારણે અહીંના ખેતરો પાણીના તલાવડામાં પલટાઈ ગયા છે.
- Advertisement -
આ ઉપરાંત પાકને વધુ પડતું પાણી મળતા ખેતરનો ઉભો પાક બળી ગયો હોવાનું જણાવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. ના જનરલ સેક્રેટરી કે. ડી. બાવરવાએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી તાત્કાલિક આ અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાં સર્વે કરવામાં આવે અને તેમને વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે.