ઈમ્યૂનિટી ઓછી હોવાને કારણે કોરોનાની સાથે અન્ય કેટલાક ઈન્ફેક્શન અને રોગો થવાનો ખતરો વધી જાય છે. જેથી આજે અમે તમને એક આયુર્વેદિક ઉકાળો જણાવીશું, જે ઈમ્યૂનિટી વધારશે.
- ઈમ્યૂનિટી ઓછી હોવાથી રોગોનો ખતરો વધે છે
- આ આયુર્વેદિક ઉકાળો તમારી ઈમ્યૂનિટી ઝડપથી વધારશે
- ઘરે જ બનાવો આ ઉકાળો
કોરોનાની બીજી લહેર પહેલી કરતાં વધુ ખતરનાક છે. જેના કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એવામાં જો તમે ઈમ્યૂનિટી મજબૂત બનાવવા માંગતા હોવ અને ફેફસાને હેલ્ધી રાખી સંક્રમણથી બચવા માંગો છો તો જાણી લો ઉપાય. આ ઉકાળો અન્ય ઘણી બીમારીઓમાં પણ લાભકારી છે.
- Advertisement -
સામગ્રી
- ગિલોડનો ટુકડો
- 7-8 તુલસીના પાન
- 8-9 લીમડાના પાન
આ રીતે બનાવો ઉકાળો
એક પેનમાં 400 એમએલ પાણી નાખી ઉકાળો. સાથે જ તેમાં ગિલોય, લીમડાના પાન અને તુલસીના પાન નાંખી ધીમી આંચ પર પકાવો. પાણી 100 એમએલ બચે એટલે ગેસ બંધ કરી નવશેકું રહે એટલે ગાળીને પી લો.
- Advertisement -
આ રીતે કારગર છે ઉકાળો
ગિલોય
ગિલોયમાં ગિલોઈન નામનું ગ્લૂકોસાઈટ અને ટીનોસ્પોરિન, પામેરિન અને ટીનોસ્પોરિક એસિડ હોય છે. આ સિવાય તેમાં કોપર, આયર્ન, ફોસ્ફરસ, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમની સાથે એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીઈન્ફ્લામેટરી, એન્ટીકેન્સર તત્વ હોય છે. જે ઈમ્યૂનિટી બૂસ્ટ કરવાની સાથે લંગ્સ, લિવર, હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તમે તેનો ઉકાળો બનાવીને અથવા ગોળી તરીકે પણ સેવન કરી શકો છો.
તુલસી
તુલસીમાં પોટેશિયમ, આયર્ન, ક્લોરોફિલ મેગ્નેશિયમ, કેરોટીન અને વિટામિન સીની સાથે એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.
લીમડો
લીમડાના અર્કમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવાની સાથે વાયરસથી લડવાના પણ ગુણ હોય છે. લીમડાના ફળ, પાન, છાલ દરેકમાં ઔષધીય ગુમો રહેલાં છે. લીમડો અનેક રોગોથી બચાવે છે. લીમડો બેસ્ટ એન્ટીઓક્સીડેન્ટ છે, જે ઈમ્યૂનિટી વધારવાની સાથે બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને ફેફસાને પણ હેલ્ધી રાખે છે.