-વડાપ્રધાન સંસદ સમક્ષ શા માટે આવતા નથી: પ્લેકાર્ડ
સંસદમાં મણીપુર મુદે સર્જાયેલી ધમાલમાં વિપક્ષોએ ગઈકાલે રાત્રીના સંસદ ભવન સામે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પુરી રાત્રીના ધરણા કર્યા હતા. મણીપુર મુદે સંસદમાં કલમ 256 હેઠળ ચર્ચાની આગ સાથે વિપક્ષો ચર્ચા માંગી રહ્યા છે અને સરકાર મર્યાદીત નિયમ 176 હેઠળ ચર્ચા માટે તૈયાર છે
- Advertisement -
જેના કારણે સંસદના ચોમાસુ સત્રમાં છેલ્લા ત્રણ કામકાજના દિવસો પણ કોઈ કામકાજ થઈ શકયું નથી. હવે વિપક્ષોના નવા ગઠબંધન ‘ઈન્ડીયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્કલુઝીવ એલાયન્સ’ ઈન્ડીયાના સભ્યોએ ગઈકાલે રાજયના સંસદભવન પરિસરમાં પુરી રાત્રી વારાફરતી ધરણા કર્યા હતા. રાત્રીના 11 વાગ્યે ‘ઈન્ડીયા’ ગઠબંધનના સભ્યો સંસદ ભવન પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પહોંચી ગયા હતા અને તેઓએ હાથમાં ‘ઈન્ડીયા ફોર મણીપુર’ પ્લે કાર્ડ પણ હતા.
#WATCH | Delhi | Opposition MPs of the Rajya Sabha continue their sit-in protest over the suspension of AAP MP Sanjay Singh for the current session of the Parliament as well as Manipur issue. pic.twitter.com/zhM8toxfvo
— ANI (@ANI) July 24, 2023
- Advertisement -
આ નવા ગઠબંધનના સભ્યોએ વારાફરતી તેમના સભ્યોને ધરણા સ્થળ પર મોકલ્યા હતા જયાં રાજયસભામાંથી સસ્પેન્ડ થયેલા ‘આપ’ના સભ્ય સંજયસિંહ પણ જોડાયા હતા. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર રાજયસભામાં વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ વડાપ્રધાન પર સંસદ સમક્ષ નહી આવવાનો આરોપ મુકયો હતો તથા કહ્યું કે મણીપુરમાં ગંભીર સમસ્યા છે અને સરકાર તેની નિષ્ફળતા છુપાવવા માંગે છે.