સંસદ સત્ર પહેલા મીડિયાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ, મણિપુરની મહિલાઓના વીડિયો પર વડાપ્રધાન મોદીએ કહ્યું…….
PM Narendra Modi says, "My heart is filled with pain and anger. The incident from Manipur that has come before us is shameful for any civilised society. I urge all the CMs to further strengthen law & order in their states – especially for the security of women and take the… pic.twitter.com/SKLTtpAjuo
- Advertisement -
— ANI (@ANI) July 20, 2023
આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. સત્રના પહેલા જ દિવસે મણિપુર હિંસા અને દિલ્હી વટહુકમ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના છે. બીજી તરફ વડાપ્રધાન મોદી સામે વિરોધ પક્ષોની એકતા બાદ સરકારને ઘેરવાની રણનીતિ પણ ઘડવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે સંસદનું સત્ર સુચારૂ રીતે ચાલે છે કે નહીં.
- Advertisement -
Speaking at the start of the Monsoon Session of Parliament. https://t.co/39Rf3xmphJ
— Narendra Modi (@narendramodi) July 20, 2023
મણિપુરમાં બે મહિલાઓ નગ્ન થઈને ફરતી હોવાના મામલામાં કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે સોશિયલ મીડિયા પર વીડિયો પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ ઘટનાના મુખ્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.
"Will never forgive those who are behind this:" PM Modi speaks on Manipur video
Read @ANI Story | https://t.co/8D04cGCgdH#PMModi #Manipur #Parliament #MonsoonSession2023 pic.twitter.com/45tBpwGkd4
— ANI Digital (@ani_digital) July 20, 2023
સંસદ સત્ર વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન
સંસદ સત્ર પહેલા મીડિયાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, અમે સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ. વડાપ્રધાન મોદીએ મણિપુરની મહિલાઓના વીડિયો પર પણ નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આ ઘટનાથી ખૂબ જ દુઃખી છું. અમે ગુનેગારોને છોડીશું નહીં. વડાપ્રધાન મોદીએ કહ્યું, મારું દિલ દર્દથી ભરેલું છે. મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક છે. કોણ પાપી છે, ગુનાખોરી કરનારા કોણ છે, તેઓ પોતાની જગ્યાએ છે. પરંતુ સમગ્ર દેશનું અપમાન થઈ રહ્યું છે. 140 કરોડ દેશવાસીઓ શરમ અનુભવી રહ્યા છે.