યુક્રેન યુદ્ધ વધુને વધુ ગૂંચવાઈ રહ્યું છે: અંત દેખાતો નથી
જરૂર પડે કલસ્ટર બોમ્બ પણ વાપરવાની ખુલ્લી ચેતવણી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેન યુદ્ધ ક્યારે પૂરૂૂં થશે તે તો ભગવાન સિવાય કોઈ જાણી શકે તેમ નથી. રશિયા પણ કરી શકે તેમ નથી. યુક્રેન પણ કહી શકે તેમ નથી. તેવામાં રશિયાના પ્રમુખે ખુલ્લેઆમ કહી દીધું છે કે, અમારી પાસે પણ ” બોમ્બનો પૂરતો જથ્થો છે. જરૂૂર પડે તે પણ વાપરતાં અમે અચકાશું નહીં. રશિયન દળો સામે તેનો ઉપયોગ કરાશે તો રશિયા વળતો જવાબ કલસ્ટર બોમ્બથી જ આપશે.
રશિયાનાં સ્ટેટ ટેલિવિઝનને આપેલી મુલાકાતમાં તેઓએ કહ્યું હતું કે યુક્રેનને પશ્ર્ચિમની સત્તામાઐ-અમેરિકાએ કલસ્ટર બોમ્બ આપ્યા છે. વાસ્તવમાં દુનિયાના 100થી વધુ દેશોએ તે બોમ્બ પ્રતિબંધિત કર્યા છે. કીવે તેમ કહ્યું છે કે, કોઈ પણ સ્થળે શત્રુઓનો મોટો જથ્થો એકત્રિત થયેલો જોવા મળશે તો અમે તેનો પ્રયોગ કરીશું જ.
ઉલ્લેખનીય છે કે એટમબોમ્બ સિવાય પરંપરાગત બોમ્બમાં કલસ્ટર-બોમ્બ સૌથી વધુ ખતરનાક છે. તેમાં એક બોમ્બમાંથી બીજા બોમ્બનું ઝૂમખું (કલસ્ટર) બહાર પડે છે, અને તડાફડીની જેમ ફૂટી વિશાળ વિસ્તારમાં વ્યાપક વિનાશ કરે છે.
તેથી જીનીવા ક્ધવેશનમાં તે નેમાઝ બોમ્બ જેમ જ પ્રતિબંધિત કરાયા હતા. તે ઠરાવ તે પરિષ્ઠમાં પસાર થયો ત્યારે અમેરિકા અને રશિયાના પ્રતિનિધિઓ હાજર જ હતા, નેમાઝ બોમ્બમાંથી સળગતા ચિક્કટ પ્રવાહી તેમાંથી બહાર પડી, શત્રુતા સૈનિકોને ચોંટી જતાં તે પારાવાર વેદના સાથે મૃત્યુ પામે છે. તેથી જીનીવા ક્ધવેન્શનમાં તે નેમાઝ બોમ્બ નિષિધ ગણાયા હતા. તેવી જ રીતે કલસ્ટર બોમ્બ પણ નિષિધ કરવામાં આવ્યા છે. તેમ છતાં અમેરિકાએ તે કલસ્ટર બોમ્બ યુક્રેનને આપતાં પરિસ્થિતિ ઘણી ગંભીર બની રહી છે. સાથે યુક્રેન યુદ્ધ ગંભીર અને તીવ્ર બનતું જાય છે, ગૂંચવાતું જાય છે આ વધુ ગંભીર બાબત છે.