છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2019માં રમાઈ હતી
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો વચ્ચે આજથી 2 ટેસ્ટ મેચોની સિરીઝ શરૂૂ થવાની છે. પ્રથમ ટેસ્ટ 12થી 16 જુલાઈ દરમિયાન ડોમિનિકામાં રમાશે. ભારતીય ટીમ અગાઉ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જોવા મળી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ મેચોમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ આગળ છે.
- Advertisement -
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 98 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 22 અને વેસ્ટ ઈન્ડિઝે 30માં જીત મેળવી છે. આ સિવાય 46 ટેસ્ટ મેચો ડ્રો થઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓવરઓલ ટેસ્ટમાં ભારત કરતા આગળ છે. ભારતીય ટીમે પોતાના દેશમાં વેસ્ટ ઈન્ડિઝ સામે કુલ 47 ટેસ્ટ મેચો રમી છે, જેમાં ભારતે 13 મેચ જીતી છે અને 14માં હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત 20 ટેસ્ટ ડ્રો પર સમાપ્ત થઈ છે.