બાળકોથી લઈને વડીલોની ફેવરેટ ચોકલેટ વિશે તમે જાણો છો કે, આજથી જ નહીં, હજારો વર્ષો પહેલા આ ચોકલેટ બનતી હતી. આજે આખી દુનિયામાં ચોકલેટ ખૂબ જ સ્વાદ સાથે ખાવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ચોકલેટની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
ચોકલેટનો ઈતિહાસ લગભગ ચાર હજાર વર્ષ જૂનો છે. અહેવાલો અનુસાર, ચોકલેટનો ઇતિહાસ પ્રાચીન મેસોઅમેરિકામાં મળી શકે છે. જેને આજના સમયમાં આપણે મેક્સિકો ના નામથી ઓળખીએ છીએ. કોકોના છોડ સૌપ્રથમ આ જગ્યાએ મળી આવ્યા હતા. સૌ પ્રથમ, ઓલ્મેક્સ સંસ્કૃતિના લોકો દ્વારા કોકોને ચોકલેટનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ઓલ્મેક એ લેટિન અમેરિકાની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે. આ સમુદાયના લોકો દવા તરીકે ચોકલેટનો ઉપયોગ કરતા હતા.
- Advertisement -
ચોકલેટ કોકો વૃક્ષના ફળમાંથી બનાવવામાં આવે છે. આ ફળ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. તેના ફળોને ફલી કહેવાય છે. જેમાં 40 કોકો બીન્સ મળી આવે છે. કોકો બીન્સ બનાવવા માટે કઠોળને સૂકવીને શેકવામાં આવે છે.
એઝ્ટેક સભ્યતાના લોકોએ 15મી સદીમાં કોકોનો ચલણ તરીકે ઉપયોગ કર્યો હતો. કહેવાય છે કે, કોકો એ ભગવાન ક્વેટજલ કોટલ તરફથી આપવામાં આવી ભેટ છે. પહેલા ચોકલેટનો સ્વાદ મીઠો ન હતો, શરૂઆતમાં તે કડવું પીણું હતું. જે બાદમાં વધુ મીઠી બની હતી. સમય જતાં, તે વિશ્વના દરેક ખૂણામાં પ્રખ્યાત થઈ ગયું.
- Advertisement -
અહેવાલો સૂચવે છે કે, ઓલમેક્સ કોકોનો ઉપયોગ ધાર્મિક વિધિ માટે કરી રહ્યાં હતા,તેજ સમયે તેમણે કોકોનો ઉપયોગ કર્યો હતો.
આજના સમયમાં વર્ક ફ્રોમ હોમમાં તેનું
સેવન કરવું હેલ્થ માટે સારું સાબિત થઈ શકે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી તમે બીમારીથી પણ બચી શકો છો.
માનસિક તણાવ દૂર કરે છે
એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બે અઠવાડિયાં સુધી દરરોજ ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે. ચોકલેટનું સેવન કરવું માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે
એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખી શકાય છે.
હૃદય માટે ફાયદાકારક હોય છે ચોકલેટ
યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. એ વાતનું ધ્યાન રાખો કે તમારે ચોકલેટનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરવું જોઇએ.
એિન્ટ-એજિંગ છે ચોકલેટ
ચોકલેટમાં કોકો ફ્લેવનોલ હોય છે, જે વધતી ઉંમરની અસરને સમય કરતાં પહેલાં અસરકારક થતાં અટકાવે છે. જે વ્યક્તિ રોજ ડાર્ક ચોકલેટના એક ટુકડાનું સેવન કરે છે તેની સ્કીન ગ્લો કરે છે.