બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં 2ના મોત
અમદાવાદ રામદેવપીરના ટેકરા પાસે સાઈકલ સવારનું મોત
સુરતના ઈચ્છપોરમાં હિટ એન્ડ રનમાં બેના મોત થયા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યમાં બે શહેરોમાં હિટ એન્ડ રનથી 5 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં 2ના મોત થયા છે. તથા સુરતના ઈચ્છપોરમાં હિટ એન્ડ રનમાં બેના મોત થયા છે. જેમાં અમદાવાદમાં હિટ એન્ડ રનના 2 અલગ અલગ બનાવો બન્યા છે.
- Advertisement -
અમદાવાદમાં રામદેવપીરના ટેકરા પાસે હિટ એન્ડ રનમાં સાઈકલ સવારનું મોત થયુ છે. તેમજ ભાયલા બ્રિજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે ચાલકનુ મોત થયુ છે.
બાવળા બગોદરા માર્ગ પર હિટ એન્ડ રનના બે બનાવ બન્યા છે. પહેલો બનાવ સાંજના સમયે બાવળા બ્રિજ ઉપર રામદેવપીરના મંદિર પાસે બન્યો હતો. જેમાં અજાણ્યા વાહને સાયકલ ચાલકને ટક્કર મારી હતી. તેમાં 108 ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ થયુ હતુ.
બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બીજો બનાવ રાત્રીના ત્રણ વાગ્યા આસપાસ બન્યો હતો. જેમાં બાવળા બગોદરા હાઈવે પર ભાયલા બ્રિજ પર વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારી ફરાર થયો હતો. મોટર સાયકલ પર સવાર બંને વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. કેરાળા જીઆઇડીસી પોલીસને જાણ થતા પોલીસ ઘટના પર પહોચી હતી.
- Advertisement -
સુરતના ઈચ્છપોરમાં હિટ એન્ડ રનમાં બેના મોત થયા છે. જેમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. તેમાં બાઈક સવાર બે યુવકોના મોત થયા છે. બંને યુવક મૃત હાલતમાં ઝાડી ઝાખડામાંથી મળી આવ્યા હતા. તેમજ બંને યુવક ઇચ્છપોર ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ઇચ્છપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.