– અભ્યાસ સાથે નોકરી કરી પોતાનો ખર્ચ ઉઠાવતા વિદ્યાર્થીઓને હવે ઘરેથી પૈસા મંગાવવા પડશે
ઓસ્ટ્રેલિયામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે કામના કલાકો ઘટાડવામાં આવ્યા હોવાથી ભારત સહિતના દેશના વિદ્યાર્થીઓની તકલીફ વધી ગઈ છે. અહી આવતા મોટાભાગના ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસ કોઈને કોઈ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી પોતાનો ખર્ચ ઉપાડે છે પરંતુ હવે કામના કલાકોમાં ઘટાડો કર્યો હોવાથી આવકમાં પણ ફટકો પડશે.
- Advertisement -
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ સાથે નોકરી કરતા વિદ્યાર્થીએ જણાવ્યું કે, સરકારે સ્ટુડન્ટ કામના કલાકોની મીનીટ અડધી કરી નાખતા હજારો વિદ્યાર્થીઓને અસર થશે. મોટાભાગના વિદ્યાર્થીઓને હવે પોતાના ઘરેથી પૈસા મંગાવવા પડશે. પહેલી જુલાઈથી કામના કલાકો પર નિયંત્રણ આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં 1.80 લાખથી વધુ વિદ્યાર્થીઓ વસે છે.
આ ફેરફારના કારણે ઓસ્ટ્રેલિયામાં નાના બિઝનેસને અસર થઈ શકે છે. નાના વેપારીઓના સંગઠને કહ્યું કે, પહેલેથી કામદારોની અછત છે તેવામાં સરકારો સ્ટુડન્ટસને પણ કામ કરવાની ના પાડી દીધી છે. જેના કારણે ઘણા ઉદ્યોગોને ફટકો પડશે. કોઈપણ માણસ કામ કરવા માંગતો હોય તો તેને કામ કરવાની મંજુરી આપવી જોઈએ. રેસ્ટોરન્ટ ઉદ્યોગોને આ નિર્ણયથી વધારે અસર થાય તેવી શકયતા છે.