-ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદવિધિ કરવાનો રેકોર્ડ રેન્દ્ર મોદીના નામે છે.
-રથયાત્રા પૂર્વે વહેલી સવારે લાખો ભક્તોએ મંગળા આરતીમાં ભાગ લીધો હતો.
- Advertisement -
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે ત્યારે રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પિહિંદ વિધિ કરી હતી. રથયાત્રામાં આ પહિંદવિધિનું ખુબ જ મહત્વ હોય છે. રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે છે તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે.
અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૬ મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ દિવ્ય વાતાવરણ ભક્તિ, આસ્થા અને આનંદના સંગમ સમું બની રહ્યું.
ભગવાન સમક્ષ ગુજરાતના અને દેશના લોકોના સુખ, શાંતિ અને સર્વાંગીણ… pic.twitter.com/799dzdUIR6
- Advertisement -
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 20, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 વર્ષ સુધી પહિંદ વિધિ કરી છે
વર્ષો પહેલા જ્યારે રાજાશાહી હતી અને રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણવામાં આવતા તેથી આ હક્ક રાજાને મળતો હતો જ્યારે હવે આ હક્ક રાજ્યના મુખ્યમંત્રીને મળે છે. રથયાત્રા પૂર્વે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરી બાદમાં ભગવાન રથમાં બિરાજીને નગરચર્ચા કરવા નીકળે છે. આજે ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી. આ પહેલા ગત વર્ષે પણ તેમણે જ આ વિધિ કરી હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદવિધિ કરવાનો રેકોર્ડ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે છે. નરેન્દ્ર મોદીએ વર્ષ 2002થી લઈને વર્ષ 2013 સુધી કુલ 12 વર્ષ સુધી રથયાત્રાની પહિંદ વિધિ કરી હતી.
Live: અમદાવાદમાં 146 મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ સંપન્ન કરી ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ https://t.co/ukBFZ6sNKM
— CMO Gujarat (@CMOGuj) June 20, 2023
પહિંદ વિધિ શું છે?
– ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ થાય છે
– પુરીમાં પહિંદ વિધિનો મતબલ છેરા પહેરા વિધિ
– પરંપરા પ્રમાણે રાજા કરે છે ભગવાનની પહિંદ વિધિ
– સોનાની સાવરણીથી કરવામાં આવે છે પહિંદ વિધિ
– પહિંદ વિધિમાં રથને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે
– રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરાય છે
– ગુજરાતમાં મુખ્યમંત્રી કરે છે પહિંદ વિધિ
– મુખ્યમંત્રી સૌથી પહેલા ભગવાનના રથનું દોરડું ખેંચે છે
– 1990થી અમદાવાદની રથયાત્રમાં પહિંદ વિધિ થાય છે
– પુરી રથયાત્રામાં પુરીના રાજા કરે છે પહિંદ વિધિ
– સૌથી વધુ પહિંદવિધિ કરનારા સીએમ નરેન્દ્ર મોદી છે.
– તેમણે 2002થી 2013 સુધી સતત 12 વર્ષ સુધી પિહંદવિધિ કરી હતી.