-સાંસદ પદ પણ છીનવાઈ જવાની શકયતા હતા: પાર્ટીગેટમાં પુર્વ વડાપ્રધાન સામે જો કે કાર્યવાહી થશે જ: સાંસદ
કોરોના કાળમાં વડાપ્રધાન આવાસમાં કરવામાં આવેલી શરાબ પાર્ટી હજું પણ બ્રિટનના પુર્વ વડાપ્રધાન બોરીસ જોન્સનનો પીછો છોડતી નથી. આ વિવાદના પગલે તેઓએ અગાઉ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધા બાદ હવે તેઓ સામે બ્રિટીશ સંસદની વિશેષાધિકાર સમીતી સંસદમાં જુઠુ બોલવા અને ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ ખાસ તે પુર્વે ‘સજા’ કરે અને તેમનું સાંસદ પદ છીનવી લે તે પુર્વે જ જોન્સને ગઈકાલે સાંસદપદેથી પોતાનું રાજીનામું આપી દીધુ હતું.
- Advertisement -
તેઓએ સંસદની વિશેષાધિકાર કમીટીમાં વિપક્ષ તેની સામે ‘કાંગારૂ કોર્ટ’ની માફક કાર્યવાહી કરી શકે છે. તેઓ આરોપ લગાવીને પક્ષનો રાજીનામા પત્ર ગૃહના અધ્યક્ષને મોકલી આપ્યો હતો. તેઓને ‘પાર્ટીગેટ’ના મુદે સંસદ સમક્ષ જે નિવેદન આપ્યા હતા તે સંદર્ભમાં શા માટે ગૃહ સમક્ષ જુઠુ બોલવા બદલ તેમની સામે કાર્યવાહી કરવી નહી તેવી એક શો-કોઝ નોટીસ મળતા જ તેઓએ રાજીનામું ધરી દીધુ છે. જોન્સને જણાવ્યું કે કમીટીનો આશય પહેલાથી જ અને દોષિત ઠરાવવાનો હતો અને તેઓએ આ અંગે લાભ જાણવાની પણ પરવા કરી ન હતી.
જોન્સન સબર્બન લંડનના સાંસદ છે. તેમની સામે કોરોના કાળમાં લેટ-નાઈટ પાર્ટી યોજવા સહિતના લંડન પોલીસે પણ કાર્યવાહી કરી દંડ કર્યો હતો. જોન્સને કબુલ કર્યુ કે તેણે પાંચ પાર્ટીમાં હાજરી આપી હતી પણ તેનો હેતુ કોરોના સમયે સતત કામ કરતા મારી કચેરીના સ્ટાફને પ્રોત્સાહીત કરવાનો હતો.કોંગ્રેસના સમયે લંડનમાં જયારે તમામ બાર-પબ બંધ કરાવાયા હતા તે સમયે વડાપ્રધાન આવાસમાં શરાબની છોડો ઉડતી હતી.