મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો : પશ્ર્ચિમી વસ્ત્રો પહેરેલા પુરૂષો, મહિલાઓ અને યુવતીઓ અહીંના મંદિરોમાં જઈ શકશે નહીં
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરાખંડ ના હરિદ્વારના મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. હવે અહીંના મંદિરોમાં પશ્ચિમી વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં હવે ટૂંકા કે પશ્ચિમી વસ્ત્રો પહેરેલા પુરૃષો, મહિલાઓ અને છોકરીઓ અહીંના મંદિરોમાં જઈ શકશે નહીં. આ વાતની પુષ્ટિ કરવા માટે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ અને મહાનિર્વાણીના સચિવ મહંત રવીન્દ્ર પુરી સાથે વાતચીત કરવામાં આવી હતી. મહંત રવીન્દ્ર પુરીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં શરીરના પ્રદર્શનને સારું માનવામાં આવતું નથી. જેના કારણે દક્ષિણ ભારતના મંદિરોમાં પહેલાથી જ ટૂંકા વ સ્ત્રો પહેરવા પર પ્રતિબંધ છે.
- Advertisement -
આ ધાર્મિક પરંપરૂ.ને આગળ વધારતા હરિદ્વારના મંદિરોમાં આવનારી બહેનો, દીકરીઓ અને માતાઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ મંદિરમાં મનોરંજન માટે નહીં પરંતુ આત્મસંવર્ધન માટે આવે છે, તેથી ટૂંકા વસ્ત્રો પહેરીને દર્શન માટે આવો નહીં.વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય પરંપરૂ.માં શરીરનો 80 ટકા ભાગ ઢંકાયેલો હોવો જોઈએ. જેના કારણે મંદિરોમાં આવતા યુવક-યુવતીઓએ 80 ટકા શરીરન ઢાંકેલા કપડા પહેરીને દર્શન કરવા આવે અને જો તેઓ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરે આવે તો તે માટે અપીલ કરવામાં આવી છે. શોર્ટ કપડા પહેરનારૂ.ઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
તેમણે વધુમાં કહ્યું કે જયારે આપણે કોઈપણ ધાર્મિક વિધિ, પૂજા, હવન, યજ્ઞ કે ભગવાનના અભિષેકમાં બેસીએ ત્યારે આપણાં વસ્ત્રો ભારતીય પરંપરૂ.ના હોવા જોઈએ. તેમણે જણાવ્યું કે લોકોની સાથે વહીવટી અધિકારીઓ અને નેતાઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે. શ્રી મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું કે ઉત્તરાખંડ ના મુખ્ય રૂ.જકીય પક્ષોએ આ અપીલને આવકારી છે. તેમના દ્વારૂ. મંદિરમાં આવતા કેટલાક ભકતો પાસેથી માહિતી લેવામાં આવી હતી, તેથી તેઓએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો.
તેમનું કહેવું છે કે સમાજમાં માત્ર એક કે બે ટકા લોકો જ આવી માનસિકતા ધરૂ.વે છે. જેઓ આ નિયમનું પાલન નહીં કરે પરંતુ ટૂંક સમયમાં તેઓ પણ તેનું મહત્વ સમજી જશે. જો હજુ પણ કોઈ વ્યકિત ટૂંકા કપડા પહેરીને મંદિરમાં આવશે તો તેને બળજબરીથી અટકાવવામાં આવશે. પ્રશ્નના જવાબમાં મહંતે કહ્યું કે તેઓ જીન્સ પહેરીને આવવાના વિરોધી નથી. જીન્સ દ્વારૂ. અંગોને ઢાંકવામાં આવે છે, પરંતુ જો તમે કોઈપણ ધાર્મિક વિધિ, પૂજા, હવન કે અભિષેકમાં બેસો છો તો જીન્સમાં સમસ્યા છે.