ખાસ-ખબર સંવાદદાતા
ભારતે પાછલા દસ વર્ષની અંદર એક પણ આઈસીસી ટ્રોફી જીતી નથી. જો કે કોચ રાહુલ દ્રવિડના મતે આ મુદ્દાને લઈને ટીમ ઈન્ડિયા ઉપર કોઈ જ પ્રકારનું દબાણ નહીં હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે. આ પહેલાં ભારત 2021ના ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું.
આ ઉપરાંત આઈસીસીની અન્ય ટૂર્નામેન્ટમાં તે નોકઆઉટ સ્ટેજમાં હારતું રહ્યું છે. દ્રવિડે કહ્યું કે અમારા ઉપર અત્યારે કોઈ પ્રકારનું દબાણ નથી. મારા કહેવાનો મતલબ એ છે કે આઈસીસી ટ્રોફી જીતવાના પ્રયાસ કરવામાં અમે કોઈ પ્રકારનું દબાણ અનુભવી રહ્યા નથી. નિશ્ર્ચિત રીતે અમારો પ્રયાસ ટ્રોફી જીતવાનો જ રહેશે. આઈસીસી ટૂર્નામેન્ટ જીતવામાં સક્ષમ હોવું વાસ્તવિક રીતે સારું રહેશે પરંતુ આ સંદર્ભમાં લોકોએ એ પણ જોવું પહશે કે આ બે વર્ષની અથાગ મહેનતનું પરિણામ છે.