આસામની રાજધાની ગુવાહાટીમાં રવિવારે રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો જેમાં 7 લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.
આસામની રાજધાની ગુવાહાટીમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જણાવી દઈએ કે રવિવારે મોડી રાત્રે એક હાઇસ્પીડ સ્કોર્પિયો પાર્ક કરેલી બોલેરો ડીઆઇ પીકઅપ વાન સાથે અથડાયા બાદ ડિવાઇડર સાથે અથડાઇ હતી.
- Advertisement -
असम: गुवाहाटी के जलुकबाड़ी इलाके में रविवार देर रात हुए एक सड़क हादसे में करीब 7 लोगों की मृत्यु हुई और कई अन्य घायल हुए हैं। pic.twitter.com/ODpxWX6EvR
— ANI_HindiNews (@AHindinews) May 29, 2023
- Advertisement -
આ અકસ્માત એટલો ભયાનક હતો કે આ અકસ્માતમાં 7 લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ થુબે પ્રતીક વિજય કુમારે મીડિયાને જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ પોલીસને જાણવા મળ્યું છે કે મૃતકો વિદ્યાર્થીઓ હતા. આ ઘટના જાલુકબારી વિસ્તારમાં બની હતી.’
असम: गुवाहाटी के जलुकबाड़ी इलाके में रविवार देर रात हुए एक सड़क हादसे में करीब 7 लोगों की मृत्यु हुई और कई अन्य घायल हुए हैं। pic.twitter.com/ODpxWX6EvR
— ANI_HindiNews (@AHindinews) May 29, 2023
આ માર્ગ અકસ્માતમાં આસામ એન્જિનિયરિંગ કોલેજ ના ઓછામાં ઓછા સાત વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. સ્કોર્પિયો કારના ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતાં આ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જે બાદ જાલુકબારી ફ્લાયઓવર રોડ પર પાર્ક કરેલી બોલેરો ડીઆઈ પીકઅપ વાનને ટક્કર મારતાં સ્કોર્પિયો ડિવાઈડર સાથે અથડાઈ હતી.