ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ સપ્તાહમાં ધો.10નું પરિણામ જાહેર કરવાની તૈયારી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ધો.10ના 9-50 લાખ જેટલા વિદ્યાર્થીઓના પરિણામની કાર્યવાહી પૂર્ણ થતા 25 મે આસપાસ પરિણામ જાહેર કરવાનું આયોજન કયુર્ં છે. જોકે બોર્ડ દ્વારા હજુ સુધી પરિણામની તારીખની સતાવાર જાહેર કરાઈ નથી. જયારે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આગામી સપ્તાહમાં 30 મે આસપાસ જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી લેવામાં આવી હતી. આ પરીક્ષા 29 માર્ચ સુધી ચાલુ રહી હતી. ધો.10ની પરીક્ષામાં રાજયના 9.56 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા. સાયન્સમાં પણ રાજયમાં 1.26 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ઉતરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરાઈ હતી. મુલ્યાંકનની કામગીરીમાં સૌપ્રથમ ધો.12 સાયન્સની મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થતા બોર્ડે 2 મેના રોજ ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરી દીધુ હતું.
- Advertisement -
સાયન્સનું પરિણામ જાહેર કરાયા બાદ બાકી રહેલા બંને પરિણામ સમયસર જાહેર થાય તે માટે બોર્ડ દ્વારા પ્રયાસો શરૂ કરાયા હતા. જેમાં ધો.10ના પરિણામને લગતી તમામ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જારવા મળે છે. જેથી બોર્ડ દ્વારા ચાલુ સપ્તાહમાં જ ધો.10નું પરિણામ જાહેર કરવાની તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સંભવત બોર્ડ દ્વારા 25 મે આસપાસ ધો.10નું પરિણોમ જાહેર કરવાનું આયોજન કરાયું હોવાનું જાણવા મળે છે. ધો.10ના પરિણામ બાદ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાનું આયોજન છે.