એક સમયે પૂરી દુનિયામાં હાહાકાર મચાવનાર અને કરોડો લોકોને પોતાની ઝપટમાં લેનાર અને લાખો લોકોનો જીવ લેનાર કોરોનાને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે કોરોના હવે મહામારી નથી રહી જયારે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે કોરોના મામલે હવે દુનિયા એલર્ટ મોડમાંથી બહાર આવશે. ભારતીય એકસપર્ટનું કહેવું છે કે જયારથી કોરોના મહામારીની જાહેરાત થઈ હતી, પુરી દુનિયા એલર્ટ મોડ પર હતી.
દરેક દેશનું ફોકસ આ બીમારી પર હતું, હવે ડબલ્યુએચઓની જાહેરાતથી સરકારો પોતાનું ફોકસ (ધ્યાન) અન્ય બિમારીઓ પર પણ કરી શકશે અને જનતામાં પણ એ સંદેશ જશે કે કોરોના હવે પહેલા જેવી ખતરનાક બીમારી નથી રહી, લોકો ડર્યા વિના પોતાનું ધ્યાન પોતાના કામમાં આવી શકશે જેથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જેની અસર દેશની આર્થિક વ્યવસ્થામાં મદદરૂપ થશે. કોરોના એકસપર્ટ ડોકટર જુગલ કિશોરે જણાવ્યું હતું
- Advertisement -
કે દેશની હેલ્થ સીસ્ટમ અને અધિકતમ રિસોર્સ કોરોના નિયંત્રણ કરવામાં લગાવવામાં આવતા હતા. હવે તેનો ખતરો નથી રહ્યો. એડમીનીસ્ટ્રેટીવ સ્તર પર આ ફેસલો આવી ગયો છે. હવે પોલીટીકલ લેવલ પર અલગ અલગ દેશ પોતાને ત્યાં તેને લઈને જાહેરાત કરશે, ત્યારબાદ રાજયો પોતાને ત્યાં કોરોનાને લઈને ફેસલો કરશે.એલએનજેપી હોસ્પિટલના મેડીકલ ડાયરેકટર ડોકટર સુરેશકુમારે જણાવ્યું હતું કે આ જાહેરાત બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે પુરી દુનિયામાં હવે કોરોના નિયંત્રણમાં છે. હાલ કોઈ ખતરો નથી.