દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 865 નવા કેસ નોંધાયા હતા જ્યારે સાત દર્દીઓના મોત થયા હતા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,171 નવા કેસ નોંધાયા છે. અને કોરોનાની દૈનિક પોઝિટિવ દર 3.69 ટકા છે. સાપ્તાહિક પોઝિટિવ દર 4.72% છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 92.64 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,94,134 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ કુલ ડોઝમાં 95.21 કરોડ સેક્ધડ ડોઝ અને 22.87 કરોડ બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,875 ડોઝ આપવામાં આવ્યા છે.
- Advertisement -
ભારતમાં કોરોનાના સક્રિય કેસ 51,314 છે. સક્રિય કેસ 0.11 ટકા છે. કોરોનામાંથી રિકવરીનો દર હાલમાં 98.70 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 9,669 લોકો સાજા થયા છે. આ સાથે રિકવરીની કુલ સંખ્યા વધીને 4,43,56,693 થઈ ગઈ છે. ગઈકાલે એકલા દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના 865 નવા કેસ નોંધાયા હતા જ્યારે સાત દર્દીઓના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન સંક્રમણ દર 16.90 ટકા નોંધાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર બુધવારે પણ શહેરમાં કોવિડ-19ના સાત દર્દીઓના મોત થયા હતા.
દિલ્હીમાં નવા કેસો બાદ સંક્રમણના કુલ 20,37,061 કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક વધીને 26,620 થઈ ગયો છે. આ સાથે રાજધાનીમાં હાલમાં 4,279 દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 5,117 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.