-‘જાનકી;ના અવતારમાં દેખાઈ કૃતિ સેનન
ફિલ્મ આદિપુરુષના મેકર્સે સીતા નવમીના શુભ અવસર પર કૃતિ સેનનના પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ઓડિયો મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
- Advertisement -
પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થવામાં હવે થોડા દિવસો બાકી છે. ફિલ્મ નિર્માતા ઓમ રાઉતની આગામી ફિલ્મ આદિપુરુષ માટે દર્શકોમાં ભારે ઉત્તેજના છે. પ્રભાસ સ્ટારર ફિલ્મ સાથે જોડાયેલા અલગ-અલગ ફોટા, વીડિયો અને ઓડિયો અત્યાર સુધીમાં વાયરલ થયા છે. હવે આદિપુરુષ તરફથી સીતા નવમીના શુભ અવસર પર કૃતિ સેનનના પોસ્ટરની સાથે ‘રામ સિયા રામ’નો ઓડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આ ઓડિયો મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
ફિલ્મ મેકર્સ પણ દર્શકોની ઉત્સુકતા વધારવા માટે ધીમે ધીમે કામ કરી રહ્યા છે. હાલમાં જ રામ નવમી પર પ્રભાસ અને હનુમાન જયંતી પર દેવદત્ત ગજાનનનું પોસ્ટર સામે આવ્યું છે. હવે મા સીતા નવમીની સવારે નિર્માતાઓએ કૃતિ સેનનનું ઓડિયો મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે.
सीता राम चरित अति पावन
- Advertisement -
The righteous saga of Siya Ram
Jai Siya Ram
जय सिया राम
జై సీతారాం
ஜெய் சீதா ராம்
ಜೈ ಸೀತಾ ರಾಮ್
ജയ് സീതാ റാം#Adipurush #SitaNavmi #Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage… pic.twitter.com/vS1t9wdcic
— Om Raut (@omraut) April 29, 2023
આ અવસર પર ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉતે પોસ્ટર શેર કરીને મા સીતાનો કેપ્શનમાં લખ્યું, “જાનકી જાને એક હી નામ, પતિત પાવન સીતા રામ.” તમને જણાવી દઈએ કે મોશન પોસ્ટરમાં સંભળાયેલી ‘રામ સિયા રામ’ની ધૂન સંભળાય છે.
ફિલ્મમાં પ્રભાસનું પાત્ર ભગવાન રામથી પ્રેરિત છે અને કૃતિનું પાત્ર સીતા માતા પર આધારિત છે. સાથે જ ફિલ્મમાં સન્ની સિંહ લક્ષ્મણનો રોલ કરી રહ્યો છે. જણાવી દઈએ કે ‘આદિપુરુષ’ 3Dમાં બની રહી છે અને હાલ ફિલ્મ મેકર્સ VFX, સ્પેશિયલ ઇફેક્ટ્સનું કામ કરી રહ્યા હતા. નોંધનીય છે કે સૌથી પહેલા ઓગસ્ટ 2022 માં રિલીઝ કરવાના લક્ષ્ય હતો પણ ફિલ્મ સતત સ્થગિત થતી રહી એવામાં 2022માં દશેરાના અવસર પર ફિલ્મનું ટીઝર ટ્રેલર શેર કરવામાં આવ્યું હતું પણ લોકોને ફિલ્મમાં સ્પેશિયલ ઈફેક્ટનું કામ પસંદ આવ્યું નહતું અને લોકો કાર્ટૂન સાથે સરખામણી કરીને ટ્રોલ કરી રહ્યા હતા. એ સમયે ફિલ્મની રિલીઝ ડેટ 12 જાન્યુઆરી 2023 નક્કી કરવામાં આવી હતી પણ ટીઝરને નબળો પ્રતિસાદ મળ્યા બાદ મેકર્સે ફરી એકવાર ફિલ્મ મોકૂફ રાખી છે.
‘આદિપુરુષ’ની રિલીઝ ડેટ હવે 16 જૂન કરવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે ફિલ્મ પર કામ કરવા માટે જનતાને વધુ 6 મહિનાનો સમય માંગ્યા પછી મેકર્સ શું ફેરફાર કર્યા છે..