27 દેશની કાનૂન પ્રવર્તન એજન્સીઓની સંયુક્ત કાર્યવાહી: 120 જેટલા સાઈબર ઠગોની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ કરવામાં આવતી દુનિયાની સૌથી મોટી વેબસાઈટ ‘જેનેસીસ માર્કેટ’ને અમેરિકાની સુરક્ષા એજન્સી એફબીઆઈએ દરોડા પાડીને બંધ કરી દીધી છે. 17 દેશોની કાનૂન પ્રવર્તન એજન્સીઓની સંયુક્ત કાર્યવાહીમાં આ પગલું ઉઠાવવામાં આવ્યું હતું. આ દરમિયાન એજન્સીએ 120થી વધુ અપરાધીઓને પકડયા હતા. 200 જગ્યાઓ પર તલાશી માટે એજન્સીએ ઓપરેશન કુકી મોન્સ્ટર નામથી અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
200 જગ્યાએ ચેકીંગ કરાયું: રિપોર્ટ અનુસાર જેનીસીસ માર્કેટમાં લોકોના લોગ ઈન ડિટેલ્સ આઈપી એડ્રેસ અને ડિઝીટલ ફિંગર પ્રિન્ટ બનાવનાર ડેટા વેચવામાં આવતો હતો. સાઈબર અપરાધી અહીં એક ડોલરથી ઓછી કિંમતમાં લોકોની વ્યક્તિગત જાણકારી ખરીદીને છેતરપીંડી કરતા હતા.
આ જાણકારીના આધારે દુનિયાભરમાંથી સરળતાથી બેન્કીંગ અને શોપીંગ ખાતા હેક કરી લેવામાં આવ્યા હતા.
આ અભિયાનમાં એફબીઆઈ સિવાય બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી, ડચ નેશનલ પોલીસ, ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ અને અન્ય યુરોપીય દેશોની પોલીસ સમક્ષ હતી.
- Advertisement -
જેનેસીસ માર્કેટ શું છે ?
જેનેસીસ માર્કેટને વર્ષ 2017માં બનાવાઈ હતી. આ એક સામાન્ય વેબસાઈટની જેમ જ હોય છે. તેને ડાર્ક વેબની સાથે સાથે ઓપન વેબમાં પણ ઓપરેટ કરવામાં આવે છે. યુઝર અહીં અંગ્રેજી ભાષામાં સંવાદ કરી શકે છે અહીં પૈસા આપીને બીજા લોકોના એમેઝોન, ફેસબુક, પે-પાલ, નેટફિલકસ, ઈબે, ઉબરના પાસવર્ડ ખરીદી શકાય છે. જો લોકો પાસવર્ડ બદલી નાખે તો તેની જાણકારી પણે જેનીસીસ માર્કેટમાં રહેતી હતી.