ભારતના નેતૃત્વમાં ક્વાડના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક આજે નવી દિલ્હીમાં થઇ. બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકરએ કરી હતી. બેઠકમાં અમેરિકી વિદેશ મંત્રઈ એન્ટની બ્લિંકન, ઓસ્ટ્રેલિયાઇ વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી હયાશી યોશિમાસાએ મીટિંગમાં ભાગ લીધો હતો. મીટિંગ પછી ક્વાડ દેશોના સંયુક્ત નિવેદન જાહર કરતા કહ્યું કે, અમારી આજની બેઠક એક મુક્ત અને ખુલ્લા ઇન્ડો પૈસિફિક માટે ક્વાડ દેશોની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે, જે સમાવિષ્ટ અને પરિવર્તનશીલ છે.
"Good to break bread with my Quad colleagues in Delhi today. Together, we recognize the Indo-Pacific region will shape the trajectory of the world in 21st century & are committed to safeguarding its peace, stability, and growing prosperity," tweets US Secy of State Antony Blinken pic.twitter.com/k1XDETco8e
- Advertisement -
— ANI (@ANI) March 3, 2023
ક્વાડ દેશ આ મુદા પર કરશે સહયોગ
ક્વાડના માધઅયમથી અમે સમકાલીન પડકારો જેવા કે સ્વાસ્થ્ય સુરક્ષા, જળવાયુ પરિવર્તન અને અક્ષય ઉર્જા, મહત્વની અને ઉભરતી ઔદ્યોગિક નીતિઓ, માળખાગત સુવિધાઓ અને ક્નેક્ટિવિટી જેવા મુદા પર સહયોગ કરવો જોઇએ. મીટિંગ દરમ્યાન કેટલાય દેશોના દેવાની જાળમાં ફસાવા તેમજ પારદર્શી અને નિષ્પક્ષ દેવાની વ્યવસ્થા, અંતરિક્ષમાં સહયોગ, સાઇબર સુરક્ષા, મેરીટાઇમ સિક્યોરિટી અને આતંકવાદ જેવા મુદા પર વાતચીત થઇ.
- Advertisement -
Quad Foreign Ministers Meet | New things which came out today, we agreed on a counter-terrorism working group & SoPs for the HADR initiative. All four nations supported to the reform of the UN: External Affairs Minister Dr S Jaishankar pic.twitter.com/Zu7Dkx35U2
— ANI (@ANI) March 3, 2023
એશિયાઇ દેશોથી મળશે વધારે સહયોગ
ક્વાડ દેશોએ પોતાના સંયુક્ત નિવેદનમાં એશિયાઇ દેશોની સાથે સહયોગ વધારવા અને એક એવા પ્લેટફોર્મ બનાવવાની વાત પણ કરી, જેમાં એશિયાઇ દેશોની ભૂમિકા હશે. મેરીટાઇમમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન, જેમાં દક્ષિણી અને પૂર્વી ચીન સાગરનો પણ ઉલ્લેખની વાત પણ કહેવામાં આવી છે. હાલની સ્થિતિ મુજબ, કોઇ પણ રીતે એકતરફી ફેરફારના વિરોધની વાત પણ કહેવામાં આવી.
Quad Foreign Ministers Meet | EAM S Jaishankar, Secretary of State Antony Blinken, Japanese Foreign Minister Yoshimasa Hayashi, Australian Foreign Minister Penny Wong attend the Raisina Dialogue 2023 in Delhi pic.twitter.com/PRjd2PH6mv
— ANI (@ANI) March 3, 2023
મીટિંગમાં પછી વિદેશ મંત્રીનું નિવેદન
ક્વાટ મીટિંગ પૂર્ણ થયા પછી ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગએ કહ્યું કે, અમારી મીટિંગ સારી રહી, હું ડો.એસ જયશંકરએ અમારી મહેમાનગતિ કરવા માટે આભાર વ્યક્ત કરૂ છું. રાયસીના ડોયલોગમાં વાત કરવા માટે ક્વાડ સભ્યો માટે એક સારો અવસર હતો. અમેરિકાએ વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેનએ કહ્યું કે, આજે દિલ્હીમાં ક્વાટ સભ્યોની સાથએ મળીને સારૂ લાગ્યું. અમે માનીએ છિએ કે ઇન્ડો-પૈસિફિક ક્ષેત્રના 21મી સદીમાં દુનિયાની દિશા નક્કી કરશે અને તેમની શાંતિ, સ્થિરતા અને બઢટીની સુરક્ષાની રક્ષા માટે અમે પ્રતિબદ્ધ છિએ. આ પહેલા સપ્ટેમ્બર 2022માં ન્યૂયોર્કમાં ક્વાડના વિદેશ મંત્રીની બેઠક થઇ હતી.