ભારતીયો નવી વસ્તુઓ શીખવા માટે વિદેશી દેશો તરફ વળે છે. એમાંથી ઘણા લોકો ભારતમાંથી જર્મની જવાનું વિચારતા હોય છે એ તમામ લોકો માટે સારા સમાચાર છે.
ભારત અને જર્મની વચ્ચે વધતા સહકારથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા વર્ચસ્વને સંતુલિત કરવામાં મદદ મળશે. જણાવી દઈએ કે જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની બે દિવસીય ભારત મુલાકાતનો અંત આવ્યો છે અને ભારતમાં એમની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સાથે સંબંધિત તમામ પાસાઓ તેમજ મહત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સાથે જ આ મુલાકાત ભારત-જર્મન વ્યૂહાત્મક જોડાણને વધુ મજબૂત કરવાની તક બની છે.
- Advertisement -
Addressing the press meet with German Chancellor Olaf Scholz. @Bundeskanzler
https://t.co/H5cKNXHD9C
— Narendra Modi (@narendramodi) February 25, 2023
- Advertisement -
જર્મની ભારત સાથે સારા સંબંધો બનાવવા માંગે છે
દરેક વ્યક્તિ વિકાસની નવી રીતો શોધતો રહે છે અને ઘણી વખત ભારતીયો નવી વસ્તુઓ શીખવા માટે વિદેશી દેશો તરફ વળે છે. એમાંથી ઘણા લોકો ભારતમાંથી જર્મની જવાનું વિચારતા હોય છે એ તમામ લોકો માટે સારા સમાચાર છે. જણાવી દઈએ કે ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું કે તેઓ ભારત સાથે સારા સંબંધો બનાવવા માંગે છે અને સાથે જ તેમના પ્રયાસો એ પણ છે કે ભારતીયો માટે જર્મની જવાની પ્રક્રિયા સરળ બને. મહત્વનું છે કે આ સમયે જર્મનીમાં આઈટી સેક્ટરમાં કુશળ કામદારોની અછત છે અને આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો માટે ત્યાં હાલ ઘણી તકો છે.
Held productive talks with Chancellor @OlafScholz. Our talks focussed on ways to boost India-Germany cooperation and further augment trade ties. We also agreed to deepen ties in renewable energy, green hydrogen and biofuels. Security cooperation was also discussed. @Bundeskanzler pic.twitter.com/HHXr5xTTnn
— Narendra Modi (@narendramodi) February 25, 2023
આઇટી પ્રોફેશનલ્સ માટે વર્ક વિઝાની પ્રક્રિયાને સરળ બનાવશે
જણાવી દઈએ કે ભારતની બે દિવસની મુલાકાતે આવેલા સ્કોલ્ઝે બેંગલુરુમાં જણાવ્યું હતું કે જર્મનીની સરકાર ભારતમાંથી આઇટી પ્રોફેશનલ્સ માટે વર્ક વિઝા મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માંગે છે અને આ વર્ષે તેમની સરકારની પ્રાથમિકતા કાયદાકીય માળખામાં સુધારો કરવાની છે જેથી જર્મની સોફ્ટવેર ડેવલપર્સ અને કુશળ IT પ્રોફેશનલ્સ આકર્ષી શકે. સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે વર્ક વિઝા જારી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માંગીએ છીએ. કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત અમે સમગ્ર વહીવટી પ્રક્રિયાને પણ આધુનિક બનાવવા માંગીએ છીએ.
#Indien ist eine Hightech-Nation, mit enormer Kompetenz in der Digitalisierung. Das hat mich beeindruckt, etwa bei SAP in Bengaluru, der zweiten Station meiner Indien-Reise. Als starkes und offenes Land kann DEU vom Austausch – insbesondere auch von Fachkräften – sehr profitieren pic.twitter.com/BRlhu58OxF
— Bundeskanzler Olaf Scholz (@Bundeskanzler) February 26, 2023
વિદેશી લોકોને ભાષાની સમસ્યાનો સામનો કરવો પડે છે
જર્મનીમાં કામ કરવા માટે પંહોચતા વિદેશી લોકોને ભાષાની સમસ્યાનો સામનો કરવો પડે છે આ અંગે તેમણે કહ્યું કે ‘આમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. જ્યારે લોકો જર્મનીમાં આવે છે, ત્યારે તેઓ અંગ્રેજી બોલે છે અને પછી ધીમે ધીમે જર્મન ભાષા અપનાવે છે. ‘ નોંધનીય છે કે સ્કોલ્ઝે તેમની ભારત મુલાકાતના પ્રથમ દિવસે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોટી કંપનીઓના ટોચના અધિકારીઓને મળ્યા હતા.