મૃતક યુવકના પરિવારનો વંથલી પોલીસ પર આક્ષેપ
મૃતક યુવકના શેઠ સામે ફરિયાદ મામલે ધમકાવતા ઝેરી દવા પીધી: આશાસ્પદ યુવાનનું સારવાર દરમિયાન મોત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તાલુકાના ખલીલપુર ગામે ભુપતભાઇ રબારીની વાડીએ ગત તા.15 ના રોજ મેરામણભાઇ જીવાભાઇ મોરી ઉ.વ.26 રહે રહે લીરબાઇપરા રામ ચોક વાળા યુવકે ઝેરી દવા પી લેતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સશાસ્પ્દ યુવક નું મૃત્યુ થતા પરિવારે વંથલી પીએસઆઇ મકવાણા સામે આક્ષેપ કર્યો હતો અને પોલીસના ત્રાસ ના લીધે મૃત્યુ નીપજ્યું હોવાથી વંથલી પીએસઆઇ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મૃતક મેરામણ મોરીના પરિવારે સીધો આક્ષેપ વંથલી પીએસઆઇ મકવાણા સામે કર્યો હતો અને કહ્યું હતું કે મારા દીકરાના શેઠની મારામારી બનાવ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાય હતી જેના કેસમાં અવાર નવાર વંથલી પોલીસ સ્ટેશને બોલાવી ધમકી આપતા હતા અને માર પણ માર્યો હતો અને મોબાઈલ તેમજ રૂપિયા પણ લઇ લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો જેને લીધે વંથલી પોલીસના ત્રાસના લીધે ગત તા.15 રોજ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો અને ગઈકાલ સિવિલ હોસ્પિટલ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૃતક મેરામણ મોરીના માતાએ વંથલી પોલીસના પીએસઆઇ મકવાણા સામે ફરિયાદ કરવાની માંગ સાથે ધોરણસર ની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને મૃતક ને ડેડ બોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને મારા દીકરાને કોઈપણ વાંક ગુના વગર ધમકાવતા તેને ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નિપજયું હતું ત્યારે પીએસઆઇ વિરુદ્ધ ગુનોહ દાખલ કરવાની માંગણી કરી હતી. મૃતક યુવક મેરામણ મોરીના મૃત્યુ થતા તેના પિતા જીવા પુનાભાઈ મોરી નું નિવેદન લઈને જૂનાગઢ તાલુકા પોલીસે એડીનો ગુનોહ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
પોલીસના ત્રાસથી નિર્દોષનો ભોગ લેવાયો ?
જૂનાગઢ પોલીસના ત્રાસથી અનેક નિર્દોષ લોકો ભોગ બની રહ્યા હોવાનો બનાવ સામે આવી રહ્યા છે જેમાં થોડા દિવસ અગાઉ ભવનાથ પોલીસ સ્ટેશન પીએસઆઇ સામાન્ય બાબતમાં એક વ્યક્તિને માર મારતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે બીજો બનાવ વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ મકવાણા ના ત્રાસના લીધે નિર્દોષ યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું તેવો પરિવારે આક્ષેપ કર્યો હતો અને ન્યાયની માંગણી કરી હતી.
મૃતકની માતાનો પોલીસ પર આક્ષેપ વિડીયો જોવા અહી કલીક કરો