ઉતરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાના અને ઈમારતો તથા જમીન પર તિરાડો પડવામાં હવે વધુ વિસ્તારો જોખમમાં મુકાયા છે. લગભગ એક સપ્તાહ સુધી મૌન રહ્યા બાદ તંત્રએ સ્વીકાર્યુ છે કે શહેરના નવા ક્ષેત્રમાં હવે તિરાડો જોવા મળી છે. જમીન પર નીચે ધપવા લાગતા અનેક ઈમારતો નમી ગઈ છે અને તે ગમે તે ઘડીએ તૂટી પડશે.
ઉતરાખંડના કચ્છ પ્રયાગમાં અનેક ક્ષેત્રોમાં જમીનમાં મોટી તિરાડો જોવા મળતા વહીવટીતંત્રએ એ ક્ષેત્રને અસુરક્ષિત જાહેર કર્યા છે જેમાં હવે કુલ પાંચ મકાનો વહીવટીતંત્રએ ખાલી કરાયા છે જયારે અન્ય વિસ્તારોમાં પણ નિરીક્ષણ ટીમ મોકલવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓએ આ તિરાડ તથા જમીનમાં અસંતુલન અંગે સતાવાળાઓને જાણ કરી હતી.
- Advertisement -