સૈન્યમાં ભરતી થવા માંગતા યુવાનો માટે જાહેર કરાયેલી અગ્નિવીર યોજના હેઠળ ભરતી પ્રક્રિયામાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા ફરજીયાત બનાવવામાં આવી છે. અત્યાર સુધીની પ્રક્રિયામાં અગ્નિવીર માટે પ્રથમ શારીરિક કસોટી પાર કરાયા બાદ મેડીકલ ટેસ્ટ કરાવવાના થતા હતા અને ત્યારબાદ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (પ્રવેશ પરીક્ષા) પાસ કરવાની રહી હતી.
હવે બદલાવાયેલી પ્રક્રિયામાં સૌપ્રથમ પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે અને ત્યારબાદ ફિઝીકલ ટેસ્ટ અને છેલ્લે મેડીકલ ટેસ્ટ પાર કરવાના રહેશે. ભારત સરકારે લાગુ કરેલી સ્વનિર્ભર યોજના હેઠળ અત્યારસુધી 19000 યુવાનો સૈન્યમાં જોડાયા છે અને માર્ચના પ્રથમ સપ્તાહમાં વધુ 21000ને નિમણુંક આપવામાં આવનાર છે.
- Advertisement -
2023-24ની નવી ભરતી પ્રક્રિયા દરમ્યાન આ નવા નિયમ લાગુ પડશે. અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં લાખો યુવકો સામેલ થાય છે. પરીક્ષા સહિતની વ્યવસ્થા પડકારજનક રહેવા ઉપરાંત મોટો ખર્ચ પણ કરવો પડયો હતો. હવે પ્રવેશ પરીક્ષા પ્રથમ લેવાવાના સંજોગોમાં ફીઝીકલ ટેસ્ટ માટેની વ્યવસ્થા ગોઠવવામાં રાહત થઈ શકશે.