ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીના બે ગુન્હામાં સંડોવાયેલ મહિલા આરોપી છેલ્લા 20 વર્ષથી નાસતી ફરતી હોય જે મહિલા આરોપીને મોરબી એલસીબી ટીમે રાજકોટમાંથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમ અલગ અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતી તે દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2003 ની સાલમાં નોંધાયેલ બે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ મહિલા આરોપી નીરૂ ચકુ દેવીપુજક છેલ્લા 20 વર્ષથી નાસતી ફરતી હોય અને આ મહિલા આરોપી રાજકોટના લક્ષ્મીવાડી મેઈન રોડ પર આવેલ ગોવિંદપરા 1 માં નીકીતાબેનના નામથી રહેતી હોવાની બાતમી મળતા એલસીબી ટીમે બાતમીવાળી જગ્યાએ જઈને તપાસ કરતા આરોપી નીરૂબેન સોલંકી (ઉ.વ. 39) મળી આવતા મહિલા આરોપીને ઝડપી પાડીને મોરબી તાલુકા પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.